SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ભાંગે : દેશઆરાધે "૧૨૫ संवेद्यपदस्थानामप्यपुनर्बन्धकाधुचिततत्तत्तन्त्रोक्तक्रियाकारिणां विनिवृत्तकुतर्कग्रहाणां मार्गानुसारिणामध्यात्मभावनारूपस्य व्यवहारतस्तात्त्विकस्य कुलयोग्याधुचितानुष्ठानस्य___चित्रा तु देशनैतेषां स्याद् विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥ इत्यादिना ग्रन्थेन योगदृष्टिसमुच्चयादौ तत्त्वतो जिनोक्तत्वस्य सुप्रसिद्धत्वाद्, इति हरिभद्रग्रन्थाऽपरिचयविलसितमेतद् यद् भवाभिनन्दिनां ख्यातिलाभाद्यर्थिनां गृहीतद्रव्यलिङ्गानां सकृदावर्तनादिदूरतरभूभिभाजां देशाराधकत्वमनभिमतमङ्गीक्रियते, अतादृशां चाऽपुनर्बन्धकादीनां मित्रादि. दृष्टिमतामभिमतं तन्नाङ्गीक्रियत इति । न च बालतपस्विपदेन द्रव्यलिङ्गी क्वचिदपि व्यपदिપકવ નથી પણ. [ઇતરમાર્ગસ્થ અપુનબંધકાદિ પણ દેશઆરાધક]. પ્રશ્ન-દેશઆરાધના માટે જિનોક્ત અનુષ્ઠાનોને જ નિયામક કહેવામાં શું દોષ છે? ઉત્તર-કઈ જ દોષ નથી. પણ માત્ર દ્રવ્યલિંગીઓમાં જ જિનેન્દ્ર અનુષ્ઠાન હોય છે અને તેથી તેઓ જ દેશ આરાધક છે, અનુપર્બ ધકાદિ જીવો નહિ એ તમારો આગ્રહ કદાગ્રહ રૂપ જ છે, કેમકે અપુનુબંધકાદિ જમાં પણ જિનેન્દ્ર અનુષ્ઠાને હોય જ છે. તે આ રીતે-જે જીવો મિત્રાદિ દષ્ટિવાળા છે, અદ્યસંવેદ્ય પદે રહેલા હોવા છતાં તે તે ઇતરશાસ્ત્રોમાં કહેલ અપુનબંધકાદિને ઉચિત ક્રિયા કરનારા છે, કુતર્કોની પકડ વિનાના છે, માર્ગાનુસારી છે તેઓના ૨ અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ, વ્યવહારથી તાત્વિક અને કુલગીઓને ઉચિત એવા અનુષ્ઠાન તવતઃ "જિનેક્ત જ છે એવું શ્રી યોગદષ્ટિ સમુચ્ચયાદિ ગ્રંથમાં “અભિનિવેશ શુન્ય આ જીવો (તે તે દર્શનના આદ્ય સ્થાપકે)ની દેશના શિષ્યોને અનુસરીને વિચિત્ર હોય છે (છતાં તે તે ભૂમિકાએ આત્મહિતકર હોય છે અને તેથી જિકત જ હોય છે), કેમકે આ મહાત્માઓ સંસારરૂપ રંગના વૈદ્ય સમાન હોય છે” ઈત્યાદિ શ્લોક દ્વારા કહ્યું છે. તેથી જે જીવો ભવાભિનંદી છે, ખ્યાતિ આદિની ઈચછાથી દ્રવ્યલિંગને ધારણ કરે છે અને સમૃદ્રબંધકાદિની ભૂમિકાથી પણ ઘણું દૂર રહેલા છે, તેઓમાં શાસ્ત્રકારોને અનભિમત એવું પણ દેશ આરાધકપણું હોવાની અને જેઓ તેવા નથી એવા મિત્રાદિદષ્ટિવાળા અપુનબંધકાદિમાં શાસ્ત્રકારોને અભિમત એવું પણ દેશ આરાધકત્વ ન હોવાની તમારી આ માન્યતા તે તમે શ્રી હરિભદ્રસૂરિ મહારાજના ગદષ્ટિ સમુચ્ચયાદિ ગ્રન્થના સાવ અજાણ જ છે એ વાતને જ સૂચવે છે. વળી ૧. પ્રગતિ સાધક ક્ષયે પશમાનુસારી. ૨. યોગના આધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષેપ એ પાંચ ભેદમાંના આદ્ય બે ભેદ...૩. નિશ્ચયનયથી તે ૬-૭ ગુણુઠાણુના અનુષ્ઠાને જ તાત્ત્વિક છે. માટે અહીં વ્યવહારનયથી એમ કહ્યું...૪. “કુલ પરંપરામાં મળેલ છે માત્ર એટલા જ કારણે પિતાને કુલ પરંપરામાં મળેલ અનુષ્ઠાને જિનપૂજા-પંચાગ્નિ તપ વગેરે અનુષ્ઠાન કરે તે કલગી અને સમજ મળવાથી ઉપાદેય ભાવે કરે તે પ્રવૃત્તચક્ર. ૫. તેઓના જે માતા-પિતાને પ્રણામાદિ સદઅનુષ્ઠાને છે તે તો જિનેન્દ્ર અને હિતાવહ છે જ, પણ બીજા ય જે ફરાળી ઉપવાસાદિ અનુષ્ઠાને છે તે પણ કદાગ્રહને અભાવ હોવાના કારણે તેમાંથી અસપણું નીકળી ગયું હોઈ હિતાવહ જ બને છે. જેમકે ૧૦ માં ગુણઠાણાવાળાનો અસત્યમ યોગ પણ કેવલજ્ઞાન લાવી આપે છે. માટે તેઓના તે અન્યવિધ અનુષ્ઠાનો પણ અર્થતઃ જિનક્તિ જ છે.
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy