SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ पालनपरायण एव गृह्यते मिथ्यादृष्टिः, जिनो तलाधुनामाचारीपरिपालनमन्तरेणाराधकत्वाभावामिथ्यादृष्टित्वमन्तरेण च बालतपस्वित्वाभावात् , न चैव मतद्वयाऽभेदः, गीतार्थनिश्रितस्य गीतार्थस्य च द्रव्यलिङ्गिनो बालतपस्विनः संभवात्" इत्यभिमन्यन्ते तन्मतनिरासार्थमाह द्रव्याज्ञाऽऽराधनादत्र देशाराधक इष्यते । सामाचारी तु साधूनां तन्त्रमत्र न केवलम् ॥ २ ॥ द्रव्याज्ञेति । अत्र-प्रकृत चतुर्भडग्यां द्रव्या(ज्ञा)राधनाद् देशाराधक इष्यते । द्रव्यपदं चात्र भावकारणार्थक द्रष्टव्यं न त्वप्रधानार्थकम् , फलोपधायकसमुदायनिष्पादकावयवस्यैव देशજ લઈ શકાય... તેથી દેશ આરાધક જીવના ઉદાહરણ તરીકે જે બાળતપસ્વી કહ્યો છે તે દિવ્યસમૃદ્ધિ વગેરેની લાલસા વગેરે રૂપ કેઈ કારણે સાધુપણું લઈ જિનેક્ત સાધુસમાચારીના પરિપાલનમાં તત્પર રહેનાર મિથ્યાદૃષ્ટિ જીવ જ સમજો. મિત્રાદિ દષ્ટિવાળો અને વેદવગેરેમાં કહેલા અનુષ્ઠાને કરનાર માર્ગાનુસારી જીવ વગેરે નહિ, કેમ કે તેઓને જિનક્તિ સાધુસામાચારીનું પરિપાલન હેતું નથી અને જે પંચાગ્નિ તપ વગેરે અનુષ્ઠાને હોય છે તેના પર જિનાજ્ઞાની આરાધના ઊભી નથી. માટે તેઓ માં આરાધકત્વ હોતું નથી, જ્યારે ઉક્ત મિાદષ્ટિમાં જિનેન્દ્ર અનુષ્ઠાન હાજર હેઈ આરાધકત્વ છે તેમજ મિથ્યાદષ્ટિપણના કારણે બાળતપસ્વીપણું પણ છે. માટે તેમાં ઉદાહરણ તરીકે જે બાળતપસ્વી કહ્યું છે તે દ્રવ્યલિંગી મિથ્યાવી જ લેવું જોઈએ. શંકા –પહેલા ભાંગાના ઉદાહરણમાં બે મત દેખાડયા છે. એમાં પહેલાં ઉદાહ૨ભૂત બાળતપસ્વી તરીકે પણ જે આ સાધુવેશધારી જીવ જ લેવાનું હોય તે બે મત જુદા રહેશે જ નહિ, કારણ કે એ દ્રવ્યલિંગી પોતે ગીતાર્થની નિશ્રાશૂન્ય અગીતાર્થ જ છે અને એને તે બીજા મતના ઉદાહરણ તરીકે કહેવાએલો છે. સમાધાન -દ્રવ્યલિંગી બાળતપસ્વી ગીતાર્થ અનિશ્રિત અગીતાર્થ જ હોય એ નિયમ નથી. ગીતાર્થ નિશ્રિત સાધુ કે ખુદ ગીતાથ સાધુ પણ દ્રવ્યલિંગી બાળતપસ્વી હોઈ શકે છે. તેથી પહેલા મતના ઉદાહરણ તરીકે તેવા ગીતાર્થનિશ્રિત કે : ગીતાર્થ સંભવે છે જ્યારે બીજા મતના ઉદાહરણ તરીકે ગીતાર્થ અનિશ્રિત અગીતાર્થ જ સંભવે છે. તેથી બે મત જુદા હોવા સ્પષ્ટ છે. તેથી બાળતપસ્વી તરીકે ઉક્ત દ્રવ્યલિંગી જ લેવો જોઈએ. આવા પૂર્વપક્ષનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે– [દેશઆરાધનપણમાં કયાજ્ઞાની આરાધના નિયામક-ઉ.] આ પ્રસ્તુત ચતુ“ગીમાં જે આરાધનાની અપેક્ષાએ દેશ આરાધક કહ્યો છે તે દ્રવ્યાજ્ઞાની આરાધના છે. એમાં પણ જે દ્રવ્ય” પદ છે તે ભાવના કારણભૂત દ્રચક્રિયાને જણાવનાર જાણવું. યોગ્ય ભાવ વિના કરાએલું અનુષ્ઠાન દ્રવ્ય આરાધના બને છે. આ દ્રવ્યઆરાધના જ ભાવ આરાધનાનું કારણ બનતી હોય તો પ્રધાન દ્રવ્ય આરાધના કહેવાય છે અને જે ભાવ આરાધનાનું કારણ બનતી ન હોય તે અપ્રધાન દ્રવ્ય આરાધના કહેવાય છે. અહીં પ્રધાન દ્રવ્ય આરાધના જ “દેશ આરાધક વ્યપદેશને પાત્ર
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy