SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ અસજઝાય ૪૬૫ હવે કેઈક અનાથ માણસ સે હાથમાં મરી જાય તે સ્વાધ્યાય ન કરે. પરંતુ આમાં આ પ્રમાણે જય છે. શય્યાતરને અથવા બીજા કેઈ તેવા પ્રકારના શ્રાવકને આ પ્રમાણે વાત કરે કે, “આ અનાથના મડદા વડે અમારા સ્વાધ્યાયમાં અંતરાય થાય છે. જે આ મડદાને દૂર છેડી દેવામાં આવે તે સારું થાય.” આ પ્રમાણે વિનંતિ કરતા શય્યાતર વગેરે જે દૂર લઈ જઈને પરઠવાવે તે સારું જેથી સ્વાધ્યાય થાય. અથવા શય્યાતર વગેરે કે ઈપણ પરઠવવા ન ઈચ્છે તે બીજી વસ્તીમાં જાય. જે બીજી વસ્તી ન હેય તે રાત્રે ગૃહસ્થ ન જુએ તેમ વૃષભસાધુઓ અનાથના મડદાને બીજી જગ્યાએ મૂકી આવે. હવે જે તે મડદુ કૂતરા શિયાળ વગેરેએ ચારેબાજુથી પીંખી નાખ્યું હોય તે ચારેબાજુએ પડેલી બધી વસ્તુઓ જોઈને જે દેખાય તે બધુ નાંખી આવે. બીજાઓના મતે પ્રયત્નપૂર્વક જોયા પછી જે અશુદ્ધિ ન દેખાય તે અશઠ હવાથી શુદ્ધ છે. અને પછી સ્વાધ્યાય કરે તે પણ પ્રાયશ્ચિત્તના ભાગી થતા નથી. (૧૪૬૧–૧૪૬૨ ) હવે તદ્દવમોચાડું ગાથામાં કહેલ આદિ શબ્દની વ્યાખ્યા કરે છે. मयहर पगए बहुइक्खिए य सत्तधर अंतर मयंमि ।। निद्दक्खत्ति य गरिहा न पढ़ति सणीयगं वावि ॥१४६३॥ મહત્તારક એટલે ગામને મુખી. ગામના વહીવટમાં નીમાયેલે મોટા પક્ષવાળો એટલે ઘણું સગાવહાલાવાળો અથવા શય્યાતર અથવા બીજા કેઈ સામાન્ય મનુષ્ય પિતાના ઉપાશ્રયથી સાત ઘરમાં મરણ પામ્યું હોય, તે તે દિવસ એટલે એક અહેરાત્રની અસજઝાય થાય. કારણ કે લોકમાં “આ સાધુઓ-નિઃખી એટલે શેક વગરના છે.” એમ નિંદા થાય છે. માટે ભણે નહીં અથવા ધીમે અવાજે ભણે, જેથી કેઈને સંભળાય નહીં. જ્યાં સુધી સ્ત્રીઓના રડવાનો અવાજ સંભળાય ત્યાં સુધી ન ભણે. (૧૪૬૩) યુદ્ધજન્ય અસક્કાય પૂરી થઈ, હવે શારીરિક અસક્ઝાય કહે છે. तिरिपंचिदिय दवे खेत्ते सट्ठिहत्थ पोग्गलाइन्न । तिकुरत्थ महंतेगा नगरे बाहिं तु गामस्स ॥१४६४॥ તિર્યંચ પંચેન્દ્રિયનું લેહી વગેરે દ્રવ્ય, સાંઈઠ હાથરૂપ ક્ષેત્રમાં વીખરાયેલ હોય તે ત્રણ શેરી છોડીને, જે નગરમાં મેટા રાજમાર્ગ હોય તો તેને છોડીને, જે આખા નગરમાં વીખરાયેલ હોય, તો નગર છોડીને સ્વાધ્યાય કરે. શારીરિક અસઝાય ૧. મનુષ્ય અને ૨. તિર્યંચ સંબંધી–એમ બે પ્રકારે છે. તિયચ અસઝાય - ૧. માછલા વગેરે જળચર, ૨. ગાય વગેરે સ્થળચર અને માર વગેરે ખેચર–એમ ત્રણ પ્રકારે છે. તે જળચર વગેરે ત્રણે દ્રવ્ય વગેરેના ભેદે ચાર પ્રકારે છે. તે દ્રવ્ય વગેરે ચાર ભેદ કહે છે. ૫૯
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy