SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ હવે ચુદ્રગ્રહજ એટલે યુદ્ધજન્ય અસ્વાધ્યાય કહે છે. बुग्गहदंडियमाई संखोमे दंडिए व कालगए । अणरायए य सभए जच्चिरनिद्दोच्चऽहोरत्तं ॥१४६१।। तदिवसभोइआइ अंतो सत्तण्ह जाव सज्झाओ । अणाहस्स य हत्थसयं दिडिवि वित्तमि सुद्धं तु ॥१४६२।। બે દડિક વગેરેનું પરસ્પર યુદ્ધ હોય ત્યારે, સોભ હોય એટલે દડિકકાળ એટલે મરણ પામે ત્યારે. બીજે રાજા ન થાય ત્યાં સુધી ભય હોય એટલે જ્યાં સુધી નિર્ભયપણું ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય. દંડિક, સેનાપતિ વગેરેનું પરસ્પર યુદ્ધ થયું હોય, તે અસ્વાધ્યાય આનો ભાવાર્થ આ પ્રમાણે છે. બે ઇંડિક એટલે બે રાજાઓ છાવણી સહિત પરસ્પર યુદ્ધ કરવાની ઈરછાવાળા હોય, તે જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો ન ખપે. એ પ્રમાણે સેનાપતિની અથવા તેવા જે કઈક પ્રસિદ્ધ વ્યક્તિની બે પ્રસિદ્ધ સ્ત્રીઓનું પરસ્પર યુદ્ધ થાય અથવા મલ્લોનું યુદ્ધ હોય તથા બે ગામનું પરસ્પર યુદ્ધ હોય, ત્યારે ઘણા યુવાને પરસ્પર પત્થર વગેરે દ્વારા યુદ્ધ કરતા હોય, કે બાહુ યુદ્ધ વગેરે વડે અથવા ઢેફા વગેરે દ્વારા પરસ્પર યુદ્ધ ચાલતુ હોય, દેશ પ્રસિદ્ધ રજા પર્વ ચાલતુ હેય, તે જ્યાં સુધી ઉપશાંત ન થાય એટલે સેનાપતિ વગેરે યુદ્ધથી અટકે નહીં, ત્યાં સુધી અસજઝાય. અસ્વાધ્યાય શા માટે હોય છે તે કહે છે. તે વખતે વ્યંતરે કૌતુકથી ત્યાં પિતપતાના પક્ષમાં આવ્યા હોય તેઓ છળે છે. અને ઘણા લેકેને અપ્રીતિ થાય છે. જેમ અમે અત્યારે ભયભીત છીએ, કેઈક મુસીબતમાં છીએ ત્યારે આ સાધુઓ દુઃખ વગર સુખે ભણે છે. તથા દંડિક એટલે રાજા મરણ પામે ત્યારે જ્યાં સુધી બીજા રાજાને અભિષેક ન થાય, ત્યાં સુધી પ્રજામાં મેટે ક્ષેમ વર્તતે હોય છે. તે સંભ વતતે હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. પ્લેચ્છ વગેરેથી જ્યારે નગરમાં ભયાકુલતા વર્તાતી હોય ત્યારે પણ સ્વાધ્યાય ન કર. આ યુદ્ધ વગેરે સર્વમાં અસ્વાધ્યાયની વિધિ કહે છે. યુદ્ધ વગેરેમાં જ્યાં સુધી અનિર્ભયતા યાને આકુલતા વર્તાતી હોય, ત્યાં સુધી સ્વાધ્યાય ન કર. અને સ્વસ્થ થયા પછી એટલે નિર્ભય થયા પછી પણ એક અહોરાત્રબાદ સ્વાધ્યાય કરવો. બીજુ પણ સૂચન કર્યું છે. તેથી તે કહે છે. ભેજિક એટલે ગામનો માલિક આદિ શબ્દવડે કહેવાતા મહત્તર એટલે મોટા આગેવાન પુરુષે (ઉપાશ્રયથી) સાત ઘરની અંદર જ કાળ કરી જાય, તે તે દિવસ અને અહોરાત્ર સુધી અસ્વાધ્યાય. એટલે સ્વાધ્યાય ત્યાગ પ્રસંગ અનુસારે બીજું પણ કહે છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy