SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨. અંતદ્વીપ चुल्लहिमवंतपुव्वावरेण विदिसासु सायरं तिसए.। .. गंतूणतरदीवा तिनि सए हुति विच्छिन्ना ॥१४२०॥ अउणावन्ननवसए किंचूणे परिहि तेसिमे नामा । एगोरूअ १ आभासिय २ वेसाणी चेव ३ नंगूली ४ ॥१४२१॥ .. , . ફુલ-લઘુહિમવંત પર્વતની પૂર્વ-પશ્ચિમ તરફ વિદિશામાં લવણસમુદ્રમાં ત્રણ યોજના ગયા પછી અંતદ્વપ આવે છે. જે ત્રણસો જન વિસ્તારવાળા છે. કંઈક ન્યુન નવસે ઓગણપચાસ (૯૪૯) જન પરિધિવાળા છે. એમના ૧. એકેક, ર. આભાસિક, ૩. વેષાણિક, ૪. નાંગૂલી નામો છે. આ જબૂદ્વીપમાં ભરતક્ષેત્ર અને હિમવંતક્ષેત્રની સીમા કરનાર, પૂર્વ-પશ્ચિમમાં લવણસમુદ્રના પાણીને અડીને રહેલ તથા મહાહિમવંતપર્વતની અપેક્ષાએ નાનો હેવાથી સુલક એટલે લઘુહિમવંત નામને પર્વત છે. તે પર્વતની લવણસમુદ્રના પાંણીને સ્પર્શથી લઈ પૂર્વ–પશ્ચિમ બંને દિશામાં બબ્બે હાથીના દાંતના આકારે બે દાઢાએ નીકળે છે. તેમાં ઈશાન ખૂણામાં જે દાઢા નીકળી છે, તેના પર હિમવંત પર્વતના છેડાથી લઈ ત્રણસે યજન લવણસમુદ્રમાં જઈએ ત્યારે ત્યાં ત્રણ જન લાંબ–પહેળે અને કંઈક ન્યૂન નવસે ઓગણપચાસ જનની પરિધિવાળો એકેક નામનો દ્વીપ છે. આ દ્વિીપને બધી બાજુએથી પાંચસો ધનુષ પ્રમાણે વિધ્વંભવાળી, બે ગાઉ ઊંચી પવરવેદિકા અને વનખંડ વીંટળાયેલા છે. એ પ્રમાણે બધાયે અંતરદ્વીપ પદ્મવરવેદિકા અને વનખંડથી વીંટળાયેલા જાણવા.. " એ પ્રમાણે તે જ હિમવંત પર્વતના છેડાથી દક્ષિણ-પૂર્વ એટલે અગ્નિખૂણામાં ત્રણસે જન લવણસમુદ્રમાં જઈએ ત્યારે બીજી દાઢા ઉપર એકેક દ્વીપના પ્રમાણવાળો આભાસિક નામનો દ્વીપ છે. તથા તેજ હિમવંતપર્વતની પશ્ચિમ દિશામાં પર્વતના છેડાથી લઈ દક્ષિણ-પશ્ચિમ એટલે નૈઋત્ય ખૂણામાં ત્રણસે જન લવણસમુદ્રમાં જઈએ ત્યારે ત્રીજી દાઢા ઉપર ઉપરોક્ત પ્રમાણુવાળ વૈષાણિક નામને દ્વિીપ છે. તથા તે જ હિમવંતપર્વતની પશ્ચિમદિશામાં પર્વતના અંતભાગથી લઈ પશ્ચિમ-ઉત્તર એટલે વાયવ્ય દિશામાં ત્રણ જન લવણસમુદ્રમાં જઈએ, ત્યારે ચેથી દાઢા ઉપર કહેલ પ્રમાણુવાળો નાગોલિક નામને દ્વીપ છે. એ પ્રમાણે આ હિમવંતપર્વતની ચારે ખૂણા-વિદિશામાં એક સરખા પ્રમાણવાળા ચાર અંતરદ્વીપ એટલે લવણસમુદ્રમાં રહેલા દ્વીપ હેવાથી અંતરદ્વીપ કહેવાય છે. (૧૪૨૦–૧૪૨૧)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy