SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪. પ્રમાણગુલ ૪૨૯ જે આકાશ પ્રદેશની શ્રેણિ આગળ લાંબી અને જાડાઈ એક પ્રદેશ પ્રમાણની હેય, તે સૂચિ અંગુલ કહેવાય છે. આ સૂચિ અંગુલ વાસ્તવિકરૂપે અસંખ્ય પ્રદેશરૂપ હેવા છતાં અસત્ કલ્પનાથી સૂચિ આકારે ત્રણ પ્રદેશ રાખવા પૂર્વક બનેલ જાણવી. તેની સ્થાપના આ પ્રમાણે ૦૦૦. સૂચિને સૂચિ વડે જ ગુણતા પ્રતરાંગુલ થાય છે-એ પણ વાસ્તવિકરૂપે તે અસંખ્ય પ્રદેશરૂપ છે. છતાં અસત્ ક૯પનાવડે આગળ કહ્યા મુજબ ત્રણ પ્રદેશ રૂપ સૂચિને ત્રણ પ્રદેશરૂપ સૂચિવડે જ ગુણની. આથી ત્રણ પ્રદેશવડે બનેલ ત્રણ સૂચિ શ્રેણીરૂપ નવ પ્રદેશવાળું પ્રતરાંગુલ થશે. એની સ્થાપના આ પ્રમાણે છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦. પ્રતરને સૂચિવડે ગુણતા લંબાઈ જાડાઈ અને પહેળાઈ વડે સમાન માપવાળો– સંખ્યાવાળે ધનાંગુલ થાય છે. કારણ કે લંબાઈ વિગેરે ત્રણે સ્થાનમાં સમાનરૂપે જ. ધનની વ્યાખ્યા સિદ્ધાંતમાં રુઢ થયેલ છે. પ્રતરાંગુલ લંબાઈ અને પહેળાઈ વડે પ્રદેશમાં સમાન છે પણ જાડાઈમાં નહીં કારણ કે જાડાઈ ફક્ત એક પ્રદેશરૂપે છે. આ ઘનાંગુલ વાસ્તવિક રૂપે તે લંબાઈ, પહોળાઈ, જાડાઈ એ તે બધા અસંખ્ય પ્રદેશ પ્રમાણુરૂપે છે પણ અસત્કલ્પનાએ સત્તાવીશ પ્રદેશરૂપે છે. કારણ કે આગળ કહેલ ત્રણ પ્રદેશરૂપ સૂચિને હમણાં જ બતાવેલ નવ પ્રદેશરૂપ પ્રતરવડે ગુણતા સત્તાવીસ પ્રદેશ જ આવે છે. એની સ્થાપના હમણું બતાવેલ નવ પ્રદેશરૂપ પ્રતરની નીચે અને ઉપર નવ-નવ પ્રદેશ મૂકવા વડે વિચારવી જેથી લંબાઈ, પહોળાઈ અને જાડાઈએ ત્રણે એક સરખા આવશે. (૧૩૯૬) જે અંગુલવડે જે પદાથ મપાય, તે પદાથ કહે છે. आयंगुलेण वत्थु उस्सेह-पमाणओ मिणसु देहं ।। नगपुढविविमाणाई मिणसु पमाणगुलेणं तु ॥१३९७॥ આત્માંગુલવડે વાસ્તુ એટલે મકાન, ઉજોધાંગુલ વડે શરીર અને પ્રમાણુગુલવડે પર્વત, પૃથ્વી વિમાનો વિગેરે માપવા. ". આત્માંગુલવડે વાસ્તુઓ માપે. તે વાસ્તુ ખાતરૂપે, ઉરિસ્કૃત અને ઉભયરૂપે છે. એમાં કૂવા, ભેયર તળાવ વિગેરે ખાતરૂપે છે, ધવલગૃહ વિગેરે ઉદ્ભૂિત રૂપે છે, ભોંયરા સહિત જે ધવલહ તે ઉભયરૂપે છે. દેવ વિગેરેના શરીરની ઊંચાઈ ઉન્મેધાંગુલ પ્રમાણથી માપે છે. પ્રમાણગુલવડે મેરૂ વિગેરે પર્વત, ધમ્મા વિગેરે પૃથ્વીઓ, સૌધર્માવત'સક વિગેરે વિમાને આદિ શબ્દ વડે ભવન, નરકાવાસે, દ્વિીપ, સમુદ્ર વિગેરે માપવા. (૧૩૯૭)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy