SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ જવાના સ્વભાવવાળી જે ધૂળ, તે ઉર્વરેણુ. આઠ ઉર્વરેણુ વડે એક ત્રસરેણુ થાય છે, પૂર્વ વિગેરે દિશાના પવનની પ્રેરણાથી ઉડતી-ચાલતી જે ધૂળ તે ત્રસરેણુ આઠ ત્રસરેણુઓ વડે એક રથરેણુ થાય છે. ચાલતા રથના પડાથી ખેડાયેલ ધૂળ તે રથરેણુ. આગળની જે ત્રસરેણુ છે પૂર્વ વિગેરે દિશાના વાયુથી ઉડે છે. પરંતુ આ રથરેણુમાં તે વાયુ હોવા છતાં પણ રથના ચક્રવડે દાયા વગર ન ઉડે આથી પૂર્વની રેણુ અલ્પ પ્રમાણ છે. અહિં ઘણી સ્ત્ર પ્રમાં વરમાળુ, રજુ તાજુ વિગેરે પાઠ જોવાય છે. તે અસંગત લાગે છે. કારણ કે ૨થરેણુ આશ્રયી ત્રસગુનું આઠ ગુણાપણું મળતું નથી. ઉપર કહેલ ન્યાયાનુસારે વિપરીત જ ઘટતું હોવાથી. જો કે સંગ્રહણીમાં પણ “ઘરમાબૂ રજુ ત વિગેરે પાઠ છે એમ કહેવાય છે. તેમાં પણ એક સરખી જ વાત છે. સર એ જ રસ્તે છે. કારણ કે તેની પણ ઘટનાને વિચારતા આગમની સાથે વિરોધ આવે છે અને યુક્તિ સંગત ન થતા હોવાથી વાત બેસતી નથી. આઠ રથરેણુ વડે દેવકુરૂ-ઉત્તરકુરૂક્ષેત્રના મનુષ્યને એક વાળાગ્ર થાય છે. તે આઠ વાળાગ્ર હરિવર્ષ-રમ્યક્ષેત્રના મનુષ્યને એક વાળાગ્ર થાય છે. તે આઠ વાળાગ્રવડે હિમવંત-હિરણ્યવંત ક્ષેત્રના મનુષ્યને એક વાળાગ્ર થાય છે. તે આઠ વાળાગ્રવડે, પૂર્વ પશ્ચિમ મહાવિદેહના મનુષ્યને એક વાળાગ્ર થાય છે. તે આઠ વાળાગ્રવડે ભરત ઐરાવત ક્ષેત્રના મનુષ્યને એક વાળાગ્ર થાય છે. અહિં આ પ્રમાણે વાળાના ભેદ હોવા છતાં પણ વાળાગ્ર જાતિ સામાન્યની અપેક્ષા-વિવક્ષાએ એક જ બતાવેલ છે. ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યના આઠ વાળા વડે એક લિખ થાય છે. તે આઠ આઠ લિખ વડે એક મૂકી એટલે જૂ થાય છે. તે આઠ જૂ વડે યવ-જવ શબ્દથી જણાવતે એક જવને મધ્ય ભાગ થાય છે. આઠ જવ મધ્યવડે એક ઉભેધાંગુલ થાય છે. આનાથી આગળના માપ ગાથામાં ન કહેલા હોવા છતાં પણ ઉપયોગી હેવાથી કહે છે. આ છ આંગળના એટલે છ આગળ પહે, પગને મધ્ય ભાગ થાય છે. પગને એક ભાગ હેવાથી પગ કહેવાય છે. એ બે પગ એકઠા કરવાથી બાર આગળ પ્રમાણુની એક વેંત થાય છે. બે વેંતને હાથ થાય છે. ચાર હાથને એક ધનુષ થાય છે. બે હજાર ધનુષને એક ગાઉ થાય છે. ચાર ગાઉને એક જન થાય છે. કહ્યું છે કે, આઠ યવમધ્યવડે એક અંગુલ થાય છે. છ અંગુલને એક પગ, બે પગની એક વેંત, બે વેંતને એક હાથ થાય છે. ચાર હાથને એક ધનુષ થાય છે. બે હજાર ધનુષને એક ગાઉ થાય છે. ચાર ગાઉનો એક જન થાય. (૧૩૯૧) હવે એક ઉસેધાંગુલમાં કેટલા પરમાણુ થાય છે તે કહે છે. वीसं परमाणू लक्खा सत्तानउई भवे सहस्साई । सयमेगं बावन्न एगंमि उ अंगुले हुंति ॥१३९२॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy