SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪. ઉત્સાંગુલ, આત્માંગુલ, અને પ્રમાણગુલ . ૪૨૩ એવું જે પુદગલ વિશેષ, તે પરમાણુ કહેવાય, જે પરમાણુ ઘડા વિગેરેની અપેક્ષાએ અતિ સૂક્ષમ છે. એમ સૈદ્ધાંતિકરૂપે પ્રસિદ્ધ અથવા કેવળજ્ઞાની રૂપે પ્રસિદ્ધ જ્ઞાનસિદ્ધ સિદ્ધોએ કહ્યું છે. મેક્ષમાં ગએલ સિદ્ધોએ કહ્યું નથી. કારણ કે તેઓને શરીર વિગેરેને અભાવ હોવાથી વાણી હોતી નથી. આ પરમાણુ અંગુલ હાથ વિગેરે પ્રમાણેનું મૂળ છે. * અહિં ૪િ શબ્દ વડે એમ જણાવે છે કે, આ ફક્ત પરમાણુનું લક્ષણ જ છે. પરંતુ કેઈપણ એને છેદવા કે ભેટવાને પ્રયત્ન કરતા નથી. કારણકે અતિ ક્ષણ-સૂમ હવાથી છેદવા-ભેદવા રૂપ શકયતા રહેતી નથી. તથા તેનું કોઈ પ્રયજન નથી. આ પરમાણુને વ્યવહાર નયના મતથી પરમાણુરૂપે કહેવાય છે, બાકી છે તે અનંતા પરમાણુ સ્કંધ જ છે. ફક્ત સૂકમ પરિમાણને પામેલ હોવાથી, આંખ વડે દેખાતું ન હોવાથી તથા છેદન–ભેદન પણ ન થઈ શકતું હોવાથી એને પણ “વ્યવહાર નય પરમાણુ કહે છે. માને છે.” આથી અહીં આગળ એને પરમાણુરૂપે પ્રરૂપણ કરી છે. (૧૩૯૦) પરમાણુનું સ્વરૂપ કહ્યું. હવે એની આગળના બાકીના જે ઉસૈધાંગુલની ઉત્પત્તિમાં કારણ રૂપ જે બીજા માપ-પ્રમાણે છે તે કહે છે. परमाणू तसरेणू रहरेणू अग्गयं च बालस्स । लिक्खा जूया य जवो अद्वगुणविवड्ढिया कमसो ॥१३९१॥ પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, વાળાગ્ર, લિક્ષા, જ, જવ–આ દરેક ક્રમસર એકબીજાથી આઠ-આઠ ગણા મોટા જાણવા, અહીં પરમાણુ પછી ઉપલક્ષણની વ્યાખ્યાથી ઉલવણ લક્ષિણકા વિગેરે ત્રણ પદે ગાથામાં ન કહ્યા હોવા છતાં પણ જાણવા. કારણ કે અનુગદ્વાર વિગેરે સૂત્રોમાં તે પ્રમાણે કહ્યા છે તથા યુક્તિ સંગત છે. તેથી અનંતા પરમાણુઓ વડે એક ઉલ્લવણકણિકા આગમમાં કહી છે. પરમાણુને છોડી આ બધાયે ઉત્કલક્ષણલલિકા, લસણ ક્ષણિકા, ઉદર્વરેણુ, ત્રસરેણુ, ૨થરેણુ વિગેરેથી લઈ યવ સુધીના પરિમાણ વિશે એકબીજાથી ક્રમસર આઠ-આઠ ગુણ જાણવા. તેનાથી ઉત્સધાંગુલ ઉત્પન્ન થાય છે. આની વિચારણા આ પ્રમાણે છે. આગળ કહેલ વ્યવહારિક અનંતા પરમાણુઓ મળવાથી એક ‘ઉલક્ષણ ક્ષણિકા થાય છે. અતિશય લક્ષણ તે શ્લષ્ણુ-લસણું તે જ લક્ષણ લક્ષિણકા. ઉત્તરપ્રમાણની અપેક્ષાએ-આગળના માપ કરતા જે ઉત્ એટલે વધારે જે શ્લેષણ કલક્ષિણકા તે ઉલક્ષણશ્લણિકા. આઠ ઉત્ શ્લષ્ણુ–સ્લક્ષિણકાની એક ક્ષણિકલક્ષિણકા આગળ કહેલ પ્રમાણુની અપેક્ષાએ આઠ ગણી મોટી હોય છે. અને ઉર્વરેણુની અપેક્ષાએ આઠમા ભાગની છે. આઠ લક્ષણલણિકા વડે એક ઉદર્વરેણુ થાય છે. જે જાળીના પ્રકાશ વડે જણાતી અને પોતાની જાતે અથવા બીજાથી ઉપર-નીચે તિર્થો
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy