SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ સૈદ ગુણસ્થાનક ૩૬૫ . વીત એટલે નીકળી ગયું છે, રાગ એટલે માયા, લોભરૂપે કષાયને ઉદય અને ઉપલક્ષણથી ક્રોધ, માનના ઉદયરૂપ દ્વેષ પણ જેને ગમે છે, તે વીતરાગ કહેવાય. વતરાગ એ જ છદ્મસ્થ. તે વીતરાગછટ્વસ્થ. તે ક્ષીણકષાયવાળા પણ હોય છે. કારણ કે, તેમને પણ ઉપરોક્ત રાગ દ્વેષરૂપી ભાવ દૂર થયા છે. આથી તેને દૂર કરવા માટે ઉપશાંત કષાયપદ લીધું છે. જેમને કષાને સંક્રમણ, ઉદ્વર્તન, અપર્વતન વિગેરે કારણો તેમજ વિપાકેદય, પ્રદેશદયને યોગ્ય રાખ્યા નથી એવી રીતે શાંત કરેલા છે તે ઉપશાંતકષાય. ઉપશાંતકષાય એ જ વીતરાગછદ્મસ્થ તે ઉપશાંતકષાય વીતરાગછટ્વસ્થ. તેનું જે ગુણસ્થાનક તે ઉપશાંતકષાય વીતરાગછ ગુણસ્થાનક. ૧૨. ક્ષીણકષાય ગુણસ્થાનક. ક્ષીણ એટલે નાશ પામ્યા છે કષાયે જેના તે ક્ષીણકષાય. બીજા કેટલાંક ગુણઠાણાઓમાં પણ ક્ષપકશ્રેણી દ્વારમાં કહેલ રીતે ક્યારેક કેટલાંક કષાયે ક્ષય થયા હોય છે આથી તે ગુણઠાણાઓમાં પણ ક્ષીણકષાયપણને વ્યપદેશ થઈ શકે છે. તેથી તે ગુણઠાણાઓને દૂર કરવા માટે “વીતરાગ” પદ લીધું છે. ક્ષીણકષાય વીતરાગપણું તે કેવલિઓને પણ હોય છે. તેને દૂર કરવા માટે “છદ્મસ્થ” પદ લીધું છે. છદ્મસ્થ સરાગી પણ હોય છે. તેથી તેને દૂર કરવા માટે “વીતરાગ” પર લીધું છે. વીતરાગ એ જ છદ્મસ્થ, તે વીતરાગછદ્મસ્થ. તે ઉપશાંતકષાયવાન પણ હોય છે તેને દૂર કરવાં “ક્ષીણકષાય” પર લીધું છે. ક્ષીણકષાય એ જ વીતરાગ છદ્મસ્થ તે ક્ષીણકષાય વીતરાગછદ્મસ્થ. તેનું જે ગુણઠાણું તે ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થગુણસ્થાનક. ૧૩. સોગી કેવલિગુણસ્થાનક : જે જેડનાર હોય તે યોગ એટલે વ્યાપાર કહેવાય છે. તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે, વાચવામનઃ ચો” મન-વચન-કાયાની જે કિયા તે યોગ. વેગ સહિત જે હેય તે સગી કહેવાય. તે યુગ, ભગવાનને જવા-આવવા, આંખના પલકારા મારવા વિગેરે રૂપ કાયસેગ છે. દેશના આપવા વિગેરેરૂપે વચનગ છે. મન ૫ર્યવજ્ઞાની અથવા અનુત્તરદેવ વિગેરે મનવડે પૂછાયેલા પ્રશ્નોના જવાબ મનવડે ઉત્તર આપવામાં મને ગ. તે દે અને મનઃ પર્યવજ્ઞાનીઓ મન:પર્યવ જ્ઞાનવડે અને અવધિજ્ઞાનવડે ભગવાને મોકલેલ મનોવર્ગણના મુદ્દગલ જુએ છે. અને જોઈને તેઓ વિવક્ષિત વસ્તુની વિચારણના આકારને વાસ્તવિકરૂપે પૂછેલ ખાદ્યપદાર્થરૂપ અલકના સ્વરૂપ વિગેરેને જાણે છે. કેવલજ્ઞાન અને દર્શન જેમને હોય, તે કેવલિ. સગી એ જ કેવલિ, તે સગી કેવલિ. તેનું જે ગુણઠાણું તે સગીકેવલિ ગુણઠાણું કહેવાય છે. ૧૪. અગી કેવલિ ગુણસ્થાનક - ઉપરોક્ત વેશે જેમને હોય તે લેગી કહેવાય. જે યેગી નથી તે અગી. અગી એ જ કેવલિ તે અગી કેવલિ. તેમનું જે ગુણસ્થાન તે અગીકેવલિ ગુણસ્થાન એમનું
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy