SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ૩૬૦ પ્રદેશદયવડે ભેગવવા ગ્ય દળિયાના અભાવરૂપ અંતઃકરણ કરે છે. અહીં યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણને આ પ્રમાણે ક્રમ છે. “ગ્રંથી સુધી પહેલું યથાપ્રવૃત્તકરણ હેય છે. ગ્રંથીને સમચ્છેદ એટલે ભેદ થાય ત્યાં સુધી બીજું અપૂર્વકરણ છે અને અનિવૃત્તિકરણ જ્યારે જીવને સમ્યકત્વ નજીક હોય ત્યારે હેય છે” ૧. હિ સમરૂમો એટલે ગ્રંથી ઓળંગી, ગાંઠ ભેદે ત્યાં સુધી. નક્ષત્તપુરણ એટલે જેના વડે સમ્યકત્વ આગળ કર્યું છે તે અથવા તે વખતે એટલે જીવને જ્યારે નજીક સમ્યકત્વ હોય ત્યારે અનિવૃત્તિકરણ હોય છે. આમાં અંતરકરણ કરવાથી તે કર્મની બે સ્થિતિ થાય છે. જે એક અંતરકરણની નીચેની પ્રથમ સ્થિતિ અંતર્મુહર્ત પ્રમાણની છે. તે જ અંતરકરણની ઉપરની બીજી સ્થિતિ છે. એની સ્થાપના આ પ્રમાણે છે. 9 એમાં પહેલી સ્થિતિમાં મિથ્યાત્વના દળિયા ભેગવવાના હોવાથી એ જીવ મિથ્યાદષ્ટિ જ હોય છે. અંતર્મુહૂર્તમાં તે પહેલી સ્થિતિના દળિયા પૂરા થયે છતે અંતરકરણના પ્રથમ સમયે જ ઔપશમિક સમ્યકત્વને પામે છે. કારણ કે મિથ્યાત્વના દળિયાના ભેગવટાનો અભાવ છે. જેમ વનને અગ્નિ બાળવા યંગ્ય ઇધનને બાળી ઉજજડ જમીન પર આવી બુઝાઈ જાય છે તેમ મિથ્યાત્વના ભોગવટારૂપ વનઅગ્નિ પણ અંતરકરણને પામી બુઝાઈ જાય છે. આ પ્રમાણે થવાથી તે જીવને આપશમિકસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે, “વન દાવાનલ ઘાસને બાળીને ઉખર ભૂમિ આવતા બુઝાઈ જાય છે. એમ મિથ્યાત્વને અનુદય થયા પછી ઉપશમસમ્યત્વ જીવ પામે છે.” ૧. તે અંતર્મુહૂર્તકાળવાળી ઉપશાંત અવસ્થાના વખતે પરમનિધિ મળ્યા સમાન કાળમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકામાં ઉત્પન્ન થયેલ કાઈક મહા ભયાનક તેવા પ્રકારનું કંઈક નિમિત્તને પામી અનંતાનુબંધીનો ઉદય થાય છે. તેને ઉદય થવાથી આ સાસાઇનસમ્યગ્દષ્ટિ ગુણઠાણું હોય છે. અથવા કોઈક ઉપશમશ્રણથી પડતા સાસાદનપણને પામે છે. એમ કાર્મગ્રંથીક મત છે. સિદ્ધાંતના મતે શ્રેણીની સમાપ્તિ થયા પછી પડેલા પ્રમત્તગુણઠાણે કે અપ્રમત્ત ગુણઠાણે રહે છે. કાળધર્મને પામે તો દેવામાં જ અવિરત સમકિતરૂપે ઉત્પન્ન થાય છે. સાસાદન ગુણઠાણું પછીના સમયે અવશ્ય મિથ્યાત્વના ઉદયથી મિથ્યાદષ્ટિ થાય છે. ૩. મિશ્રગુણસ્થાનકઃ સમ્યક અને મિથ્યા એ બંને દૃષ્ટિ જેને હોય, તે સમ્યમિથ્યાષ્ટિ. તેનું જે ગુણઠાણ તે સમ્યગમિથ્યાષ્ટિ ગુણસ્થાન. આગળ કહેલા વિધિપૂર્વક પ્રાપ્ત કરેલ ઔપશમિક સમ્યક્ત્વરૂપ ઔષધ વિશેષ વડે મણ પાયેલા કેદરા જેવા મિથ્યાત્વમેહનીયમને શોધી શુદ્ધ કરી ત્રણ પ્રકારના કરે છે. ૧. શુદ્ધ, ૨. અર્ધશુદ્ધ, ૩. અશુદ્ધ. એની સ્થાપના આ પ્રમાણે ૦ ૦૦ એ ત્રણ પૂજેમાંથી જ્યારે અર્ધવિશુદ્ધ પૂજને ઉદય થાય છે ત્યારે
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy