SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪. ચિદ ગુણસ્થાનક ‘૩૫૯ સાસાદન હોતે છતે પરમાનંદરૂપી ફલને આપનાર, કલ્યાણરૂપી ઝાડના બીજરૂપ ઔપથમિકસમ્યકત્વરૂપી લાભ જઘન્યથી એક સમયમાં અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળમાં નાશ પામે છે. આસાદન સહિત હોય તે સાસાદન, અવિપરીત પણે જિનેશ્વરે કહેલ પદાર્થને સ્વીકાર તે સમ્યગ્દષ્ટિ કહેવાય. સાસાઇન એજ સમ્યગ્દષ્ટિ તે સાસાદન સમ્યગ્દષ્ટિ તેનું જે ગુણસ્થાન તે સાસાદન સમ્યગ્દષ્ટિગુણસ્થાન. અનંતાનુબંધી ઉદયરૂપ આસાતના સહિત જે હોય તે સાસાતન. સાસાતન એ જ સમ્યગ્દષ્ટિ, તે સાસાતસમ્યગ્દષ્ટિ. તેનું જે ગુણસ્થાન તે સાસાતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન. સાસ્વાદ-સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન એ પણ પાઠ છે, તેને અર્થ આ પ્રમાણે છે. સમ્યકત્વરૂપ રસનો આસ્વાદ યુક્ત જે હોય, તે સાસ્વાદન કહેવાય. જેમ ખીરનું ભેજન ખાધા પછી તેના પર વ્યાકુલ-અરૂચી મનવાળા પુરુષને તે ખીરની ઉલ્ટી કરતી વખતે ખીરના રસને સ્વાદ હોય છે. તેમ આ સાસ્વાદની પણ મિથ્યાત્વ સમ્મુખ થયેલ હેવાથી સમ્યકત્વ પર અરૂચી મનવાળે થઈ સમ્યક્ત્વને વમતા તે સમ્યક્ત્વના રસને આસ્વાદે છે. તેથી સાસ્વાદન એજ સમ્યગ્દષ્ટિ તે સાસ્વાદનસમ્યગ્દષ્ટિ. તેનું જે ગુણસ્થાન તે સાસ્વાદન ગુણસ્થાન. આ ગુણસ્થાન આ પ્રમાણે થાય છે. અપાર સંસારસાગરમાં રહેલે જીવ મિથ્યાદર્શન મેહનીય વિગેરે પ્રકૃતિઓના કારણે અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનેક પ્રકારના શારીરિક-માનસિક લાખ દુખે અનુભવી કેઈપણ રીતે તથાભવ્યત્વ પરિપાક થવાના કારણે મેટા પહાડ પરથી વહેતી નદીના પ્રવાહમાં તેણુવાના-વહેવાના કારણે ગાળ થઈ ગયેલા પત્થરની જેમ અધ્યવસાય વિશેષવડે અનાગપણે-ઉપગ વગર, વિચાર્યા વગર થયેલ યથાપ્રવૃત્તિકરણથી આયુષ્યકર્મ છેડીને જ્ઞાનાવરણ વિગેરે સાતે કર્મોની પપમ પૃથફત્વના સંખ્યાતાભાગ ન્યૂન-હિન એક કડાકડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરે છે. અહીં વચ્ચે કર્કશ કર્મપડલરૂપ દૂર કરેલ વીર્ય વિશેષની અતિકઠેર મજબૂત લાંબા વખતની ઉગેલ, ઘણું ઊંડી ઝાડની ગાંઠની જેમ, જીવની ભેદી ન શકાય એવા કર્મના પરિણામથી ઉત્પન્ન થયેલ જીવન ગાઢ રાગ-દ્વેષના પરિણામરૂપ પહેલા કદી નથી ભૂદાઈ એવી ગાંઠ હોય છે. આ ગાંઠ સુધી અભવ્ય છે પણ યથાપ્રવૃત્તિકરણ વડે કમ ખપાવી અનંતીવાર આવે છે પણ ગ્રંથભેદ કરવા અસમર્થ હોવાથી પાછા વળી જઈ સંકલેશના કારણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા કર્મો બાંધે છે. પણ પરમ નિવૃત્તિરૂપ સુખ જેનું નજીક છે એવા કેઈક મહાત્મા પુરુષ જેને નિવારી ન શકાય એ ઘણું વીર્ય સમૂહ સારી રીતે ઉલસિત થઈ રહ્યો છે તથા અત્યંત તીવણ કુહાડાની ધાર જેવો અપૂર્વકરણરૂપ પરમ વિશુદ્ધિવડે ઉપરોક્ત સ્વરૂપવાળી ગાંઠને ભેદી નાખી મિથ્યાત્વમેહનીયકર્મની સ્થિતિથી અંતમુહૂર્ત ઉઢય ક્ષણથી ઉપર જઈને અનિવૃત્તિકરણ નામના અંતમુહૂર્ત કાળ પ્રમાણ તે મિથ્યાત્વના
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy