SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પ્રશ્ન - નિદ્રાપંચક, અશાતા વિગેરે વેદનીય હાસ્ય, રતિ, અરતિ વિગેરે બીજા પણ ઘણું ઘણું ભાવે કર્મના ઉદયથી થનાર છે. તે પછી આટલા જ કેમ બતાવ્યા? ઉત્તર- સાચી વાત છે. આ ભાવે ઉપલક્ષણ માત્રથી છે. આના બીજા પણ સંભવી શકતા ભેદ જાણી લેવા. (૧૨૯૩) હવે પારિણામિક ભાવના ત્રણ ભેદ કહે છે. पंचमगंमि य भावे जीवा भव्वत्त भव्यया चेव । पंचण्हवि भावाणं भेया एमेव तेवन्ना ॥१२९४॥ પાંચમા ભાવમાં જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ ભેદ છે. પાંચે ભાવના આ પ્રમાણે તે૫ન (૫૩) ભેદો થાય છે. પાંચમા પરિણામિકભાવમાં ૧. જીવત્વ, ૨. ભવ્યત્વ, ૩. અભવ્યત્વ અનાદિ પરિણામિકભાવ છે. એના ઉપલક્ષણથી જે ઘી, ગોળ, પોઆ (તંદુલ), દારૂ (આસવ), ઘડા વિગેરેની નવી–જુની વિગેરે અવસ્થા વિશે, વર્ષધર પર્વત, ભવન, વિમાન, ફૂટે, રત્નપ્રભા પૃથ્વી વિગેરેના પુદ્ગલે એકઠા થવા, છૂટા પડવા વિગેરે અવસ્થા વિશે ગંધર્વનગરે, કપિ એટલે વાંદરાનું હસવું, ઉલ્કાપાત એટલે ધુમકેતુ, વાદળાની ગર્જના, મહિકા એટલે ઝાકળ, દિગ્દાહ-વીજળી, ચંદ્રપરિવેષ, સૂર્ય પરિવેષ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ઈન્દ્રધનુષ વિગેરે સર્વે આદિ પરિણામિકભાવ છે. ' લેકસ્થિતિ, અલેકસ્થિતિ, ધર્માસ્તિકાય પણ વિગેરેરૂપ અનાદિ પરિણામિકભાવ છે. આ પ્રમાણે દરેક ભાવના ભેદે કહ્યા. હવે આ ભેદની કુલ્લે સંખ્યા કહે છે. . ઉપરોક્ત ઔપથમિક વિગેરે ભાવેના ભેદને એકત્રિત કરતાં ત્રેપન (૫૩)ની સંખ્યા થાય છે. ૨+૯ + ૧૮+ ૨૧ + ૩=૧૩ આ પ્રમાણે સરવાળો કરતાં થાય છે. છઠ્ઠો સાનિપાતિકભાવ આ જ ભાવેને બે-ત્રણ વિગેરેની સંખ્યા મેળવતા થાય છે. સંખ્યારૂપે સંયોગ કરતાં થાય છે. તેથી આગમમાં કહેલ ક્રમાનુસારે ઔદચિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પારિમિકરૂપ પાંચ ભાવે-પદેના સામાન્ય છવ્વીસ ભાંગાએ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે બેના સંગે દસ, ત્રણના સંગે દસ, ચારના સંગે પાંચ અને પાંચના સંયેગે એક-એમ કુલ્લે ૧૦ + ૧૦ +૫ + ૧=૨૬ ભાંગા થાય છે. બે ના સભ્યોને દસ ભાંગા - ૧. દયિક પથમિક, ૨. ઔદયિક ક્ષાયિક, ૩. ઔદયિક ક્ષાપશમિક, . - ઔદયિક પારિણામિક, ૫. એ પથમિક ક્ષાયિક, ૬. પથમિક ક્ષાપશમિક, ૭. ઔપશમિક પારિમિક, ૮. ક્ષાયિકક્ષાપશમિક, ૯ સાયિક પરિણામિક, ૧૦. ક્ષાપશમિક પરિણામિક
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy