SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. દયિકભાવના ભેદ ૩૪૭ ' ઉત્તર – વિરોધ નથી કારણકે કહેવાનું તાત્પર્ય જાણતા નથી. દાનાદિલબ્ધિઓ બે પ્રકારે છે. ૧. અંતરાયકર્મના ક્ષયથી થનારી અને ૨. અંતરાયકર્મના ક્ષપશમથી થનારી. તેમાં જે આગળ કહેલ ક્ષાયિકભાવની છે, તે અંતરાયના ક્ષયથી થયેલી કેવલજ્ઞાનીઓને હોય છે. અહીં જે ક્ષાપશમિકી કહી છે તે અંતરાયના ક્ષપશમથી છદ્રસ્થાને હોય છે. સમ્યક્ત્વ દર્શનસપ્તકના ક્ષપશમથી થાય છે. ચારિત્રચતુષ્ક ચારિત્રમેહનીયના ક્ષપશમથી થાય છે. સંયમસંયમ અપ્રત્યાખ્યાનાવરણ કષાયમેહનીયના ક્ષપશમથી થાય છે. (૧૨૯૨) હવે ઔદયિકભાવના એકવીસ ભેદે કહે છે. चउगइ चउकसाया लिंगतिगं लेसछक्कमन्नाणं । मिच्छत्तमसिद्धत्तं असंजमो तह चउत्थम्मि ॥१२९३।। ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિગ, છ લેશ્યા, અજ્ઞાન, મિથ્યાત્વ, અસિદ્ધત્વ, અસંયમ-એ ચેથા ઔદયિકભાવના ભેદે છે. ગતિ વિગેરે એકવીશ ભાવ ચોથા ઔદયિકભાવમાં હોય છે. તે આ પ્રમાણેચાર નરક વિગેરે ગતિમાં જે નરકગતિ વિગેરે ગતિનામકર્મના ઉદયથી જ જીવમાં પ્રગટે છે. ચાર પ્રકારના કેધ વિગેરે કષા પણ કષાયમહનીયકર્મના ઉદયથી થાય છે. સ્ત્રીવેદ વિગેરરૂપ ત્રણ લિંગે પણ સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસકવેદ મેહનીયકર્મના ઉદયથી થાય છે. છ લેશ્યાઓ “રોજ પરિણામો જેરા”એ મતાનુસારે ત્રણ ગજનક કર્મના ઉદયથી થાય છે. જેમના મતે કષાય નિસ્ય લેશ્યા છે. તેમના અનુસાર કષાયમહનીય કર્મના ઉદયથી છે. જેમના મતે કર્મ નિસ્ય લેશ્યા છે તેમના અભિપ્રાયે સંસારિત્વ, અસિદ્ધત્વની જેમ આઠ પ્રકારના કર્મોદયથી છે. વિપરીત બેધરૂપ અજ્ઞાન પણ મતિ અજ્ઞાન વિગેરે જ્ઞાનાવરણ મિથ્યાત્વ મેહનીયકર્મના ઉદયથી છે. જે આગળ મતિઅજ્ઞાન વિગેરેને ક્ષાપશમિકપણું કહ્યું છે, તે ફક્ત વસ્તુની જાણકારીની અપેક્ષાએ છે. બધીયે વસ્તુમાત્રની જાણકારી ભલે વિપરીત હોય કે અવિપરીત હેય પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી જ થાય છે. તે જાણકારીનું જે વિપરીત પણારૂપ અજ્ઞાનપણું છે, તે જ્ઞાનાવરણ અને મિથ્યાત્વમેહનીયમના ઉદયથી જ થાય છે. આથી એક જ અજ્ઞાનના ક્ષાપશમિક અને ઔદયિકભાવમાં વિરોધ થતું નથી. એ પ્રમાણે બીજા સ્થળોએ પણ વિરોધ દૂર કરવો. મિથ્યાત્વ-મિથ્યાત્વમેહનીયના ઉદયથી થાય છે. આઠ કર્મોના ઉદયથી અસિદ્ધપણું છે. અસંયમ એટલે અવિરતપણું અપ્રત્યાખ્યાનાવરણ કષાયેના ઉદયથી થાય છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy