SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ મુહૂર્તરૂપ જઘન્ય સ્થિતિ છે. અંતમુહૂર્તની અબાધા છે તથા અબાધાકાળ વગરનો કર્મદળિયાને ભેગવટાને કાળ છે. નામ-ગોત્રની આઠમુહૂર્ત જઘન્ય સ્થિતિ છે. તથાઅંતમુહૂર્ત અબાધાકાળ છે અને અંતમુહૂર્તહીન નિષેધકાળ છે. જ્ઞાનાવરણું, દર્શનાવરણ, અંતરાય, મેહનીય અને આયુષ્યની જઘન્યસ્થિતિ અંતમુહૂર્તની છે. અહીં પણ અબાધાકાળ અંતર્મુહૂર્તને જ છે. પરંતુ તે અતિ લધુ જાણવું. અબાધાકાળ વગરનો કર્મદળિયાને ભોગવટાને કાળ છે. - આ પ્રમાણે મૂળ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અને જઘન્યસ્થિતિ કહી. ઉત્તર પ્રકૃતિની કમપ્રકૃતિ વિગેરે ગ્રંથમાંથી જાણવી. (૧૨૮૧) હવે આ કમેની ઉત્કૃષ્ટ સ્થિતિનું અબાધાકાળનું પ્રમાણ કહે છે. - जम्स जइ कोडिकोडीउ तस्स तेत्तियसयाई वरिसाणं । । होइ अबाहाकालो आउम्मि पुणो भवतिभागो ॥१२८२।। - જે કર્મની જેટલા કડકેડી સાગરની સ્થિતિ હોય, તેને તેટલા સો વર્ષને અબાધાકાળ હોય છે, આયુષ્યને-ભવને ત્રીજો ભાગ અબાધા છે, * જે કર્મની જેટલા કડાકડી સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ કહી છે તે કર્મની તેટલા સે વર્ષ ઉત્કૃષ્ટ અબાધાકાળ થાય છે. જેમ કે મેહનીયની સીત્તેર કડાકડી સાગરો૫મની ઉત્કૃષ્ટસ્થિતિ છે. તેથી તેને અબાધાકાળ સીત્તેરસે વર્ષ એટલે સાતહજાર વર્ષ થાય છે એ પ્રમાણે બધાયે કર્મોમાં વિચારી લેવું. આયુષ્યને ઉત્કૃષ્ટ અબાધાકાળ ભવનો ત્રીજો ભાગ એટલે પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ છે. આ પૂર્વે ક્રોડ વર્ષના ત્રીજા ભાગમાં બંધાતા આયુષ્યના બે ભાગ વીતી ગયા પછી બાકી રહેલા ત્રીજા ભાગમાં પરભવનું આયુષ્ય બંધાય છે. તેથી પૂર્વ ક્રિોડ વર્ષને ત્રીજો ભાગ અબાધાકાળ આવે છે. બધાય કર્મોની સ્થિતિ જઘન્ય અબાધા અંતર્મુહૂર્તકાળની છે (૧૨૮૨) ૨૧૯ બેંતાલીસ પુણ્ય પ્રકૃતિ सायं १ उच्चागोयं २ नरतिरिदेवाउ ५ नाम एयाओ । मणुय दुगं ७ देवदुगं ९ पंचिंदिय जाइ १० तणुपणगं १५ ॥१२८३॥ अंगोवंगतिगपि य १८ संघयणं वारिसहनारायं १९ । पढम चिय संठाणं २० वनाइ चउक्क सुपसत्थं २४ ॥१२८४॥ अगुरुलहु २५ पराघायं २६ उस्सासं २७ आयवं च २८ उज्जोयं २९ । सुपसत्था विहगगई ३० तसाइदसगं च ४० निम्माण ४१ ॥१२८५।।
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy