SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ બંધ, ઉદય, ઉદીરણા, સત્તાનું સ્વરૂપ ૩૩૯ અને આયુષ્યકર્મની ઉદીરણું યોગ્ય અધ્યવસાય સ્થાનને અભાવ છે. સૂમસંપરાય ગુણઠાણે છે અથવા પાંચ કર્મોનો જીવ ઉદીરક હોય છે. અહીં જ્યાં સુધી મોહનીય કર્મનો એક આવલિકા કાળ બાકી ન રહે, ત્યાં સુધી છ કર્મની ઉદીરણું હોય છે. એક આવલિકા કાળ બાકી રહ્યા પછી તે મોહનીયકર્મની ઉદીરણનો અભાવ થવાથી પાંચ કર્મની ઉદીરણું હોય છે. ઉપશાંતમૂહગુણઠાણે વેદનીય-આયુષ્ય અને મેહનીયકર્મ સિવાય પાંચ કર્મની જ ઉદીરણા હોય છે, અહીં વેદનીય અને આયુષ્યની ઉદીરણાના અભાવનું કારણ આગળ કહેલ છે અને મેહનીયને તે ઉદય નથી માટે ઉદીરણ નથી કહ્યું છે કે – “વેદ્યમાન રીતે” જે ભેગવાતી હોય તેની ઉદીરણું હોય છે. ક્ષીણમોહગુણઠાણે પણ ઉપરોક્ત પાંચકર્મોની જ ઉદીરણું હોય છે. આ પાંચ કર્મોની ઉદીરણું ત્યાં સુધી હોય છે કે જ્યાં સુધીમાં જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ, અંતરાયકર્મ છેલ્લી આવલિકામાં પ્રવેશ કર્યા પછી એ ત્રણે કર્મની પણ ઉદીરણાને અભાવ થવાથી નામ અને ગોત્રકમરૂપ બે કર્મોની જ ઉદીરણા હોય છે. કારણ કે ચારઘાતી કર્મોનો મૂળથી ક્ષય થયો છે. અને વેદનીય તથા આયુષ્યકર્મની ઉદીરણું પૂર્વોક્ત કારણથી થતી નથી. અગીકેવલી અનુદીરક એટલે ઉદીરણ રહિત છે કારણ કે ઉદીરણું યોગ સાપેક્ષપણે થાય છે અને અગીને ભેગને અભાવ છે. (૧૨૭૭–૧૨૭૮) . હવે બંધ વિગેરેમાં જેટલી ઉત્તરપ્રકૃત્તિઓ હોય છે તેની સર્વ સંખ્યારૂપ સંખ્યા કહે છે. बंधे वीसुत्तरसय १२० सयवावीस तु होइ उदयमि १२२ । उदीरणाएँ एवं १२२ अडयालसयं तु सन्तंमि १४८ ॥१२७९।। બંધમાં એકવીસ, ઉદયમાં અને ઉદીરણામાં એકસો બાવીસ અને સત્તામાં એકસો અડતાલીસ પ્રકૃતિએ છે. બંધમાં એટલે બંધની વિચારણામાં એકવીસ પ્રકૃતિઓ હોય છે. ઉદયમાં એકસે બાવીસ (૧૨૨) પ્રકૃતિમાં હોય છે, ઉદીરણમાં ઉદય જેટલી જ એટલે એકસો બાવીસ પ્રકૃતિઓ હોય છે. સત્તામાં એકસે અડતાલીસ (૧૪૮) પ્રકૃતિઓ હોય છે. એની વિચારણું આ પ્રમાણે છે. બંધ અને ઉદયમાં વિચારતા બંધન અને સંઘાતનનામકર્મના પોતપોતાના શરીર નામકર્મમાં જ સમાવેશ કરવામાં આવે છે. તથા વર્ણ–ગંધ-રસ-પર્શના જે ઉત્તરભેદ અનુક્રમે પાંચ, બે, પાંચ, આઠ છે તે પણ બંધમાં ઉદયમાં ગણાતા નથી. પરંતુ વર્ણાદિ ચાર જ ગણાય છે તથા બંધની વિચારણામાં સમ્યકત્વમેહનીય અને મિત્રમોહનીય લેવાતી નથી. કારણ એ બે પ્રકૃતિઓ મિથ્યાત્વમોહનીયના પુદગલમાંથી
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy