SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬. આઠ કર્મ ; ૩૨૯ . (૪) એક તરફ મર્કટબંધ હોય અને બીજી તરફ ખીલી મારેલ હોય તે અર્ધનારીચ નામે ચોથું સંઘયણ છે. ''. (૫) ઋષભ અને નારાચ વગરના બે હાડકાં ખીલા વડે વિધાયેલા હોય તે કીલિકા નામે પાંચમું સંઘયણ - (૬) જે સંઘયણમાં પરસ્પર બે હાડકાંના છેડા માત્ર અડેલા છે. સેવાને પામ્યા છે હાડકાઓ જેમાં, તે સેવાત. જેને હંમેશા તેલ માલિસરૂપ સેવા કરવી પડે તે છઠું સેવા નામે સંઘયણ છે. સંસ્થાન- સંસ્થાન એટલે અવયવોની રચનાત્મક શરીરાકાર તે સંસ્થાન સમચતુરસ્ત્ર વિગેરે છ પ્રકારે છે. ૧. સમ એટલે શરીર લક્ષણ શાસ્ત્રમાં કહેવા પ્રમાણ અને લક્ષણથી યુક્ત શરીરના ચારે અસ્ત્ર એટલે ચાર દિશા વિભાગ વડે જણાતા શરીર અવયવે જેના હેય, તે સમચતુરસ એટલે શરીરના ચારે ખૂણું જેના સરખા હેય તે. ૨. ન્યધવત્ પરિમંડલ જેનું હોય, તે ન્યધપરિમંડલ. જેમ ન્યઘ એટલે પીપળાનું ઝાડ ઉપર સંપૂર્ણ અવયવ ભાવાળું હોય છે. અને નીચેના ભાગે બરાબર ન હોય. તેવી રીતે જેનું શરીર નાભિના ઉપરના ભાગે ઘણા વિસ્તારવાળું અને સંપૂર્ણ લક્ષણયુક્ત હોય છે. તેમાં નીચેના ભાગે હીનલક્ષણ હોય તે ન્યધપરિમંડલ. * ૩. આદિ એટલે ઉત્સધ નામને નાભિ-ડુંટીની નીચેના શરીરનો ભાગ જાણવે. તેથી આદિ સહિત નાભિની નીચે યથાયોગ્ય પ્રમાણ લક્ષણવાળ હોય, તે સાદિ. કે બધાયે શરીર સાદિ સહિત જ હોય છે છતાં પણ સાહિત્વ વિશેષણ અન્યથા ઘટતું ન હોવાથી પ્રમાણુ લક્ષણ યુક્ત વિશિષ્ટ આદિ અહીં જાણવી. તેથી કહ્યું છે કે, યક્તપ્રમાણુ લક્ષણયુક્ત તે સાદિ. આનું તાત્પર્ય એ છે કે, જે સંસ્થાન નાભિની નીચે પ્રમાણયુક્ત હોય અને ઉપર પ્રમાણે હીન હોય તે સાદિ. કેટલાકે “સાચી” એમ પણ કહે છે. સાચી એટલે શામલીનું ઝાડ એમ સિદ્ધાંતને જાણનારા કહે છે. તેથી સાચીના જેવું જે સંસ્થાન હોય તે સાચી. જેમ શાત્મલિના ઝાડનું થડ-કાંડ વિગેરે અતિ પુષ્ટ અને વિશાળ હોય છે અને ઉપરનો ભાગ તે થડ જેવો મહાવિશાલ નથી લેત, તેમ આ સંસ્થાનને નીચેનો ભાગ સંપૂર્ણ હોય છે અને ઉપરને ભાગ તે હેત નથી. વામન એટલે મડહકણ, હાથ-પગ, માથું, ડેક યક્ત પ્રમાણ લક્ષણયુક્ત હોય છે. બાકી છાતી પેટ વિગેરે કઠોને એટલે શરીરને મધ્યભાગ લક્ષણરહિત હોય તે વામન, જે સંસ્થાનમાં નીચેનું શરીર મડહ એટલે વિપરીત લક્ષણવાળું હોય. જેમ હાથ, પગ, માથું, ડેક વિગેરે પ્રમાણ, લક્ષણ, હીન હોય અને મધ્યના અવયે યક્ત ૪૨
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy