SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪. જીવ સંખ્યા કુલક नमिउं नेमि एगाइजीवसंख भणामि समयाओ । चेयणजुत्ता एगे १ भवत्थसिद्धा दुहा जीवा २ ॥१२३२॥ નેમિનાથને નમી એક વિગેરે જીવની સંખ્યા સિદ્ધાંતમાંથી કહું છું. એક પ્રકારે ચેતના યુક્ત જીવ છે. તથા બે પ્રકારે સંસારી અને સિદ્ધના જીવે છે. (૧૨૩૨). બાવીસમા તીર્થંકર નેમનાથને નમી એક બે વિગેરે જીવની સંખ્યા સિદ્ધાંતમાંથી હું કહું છું પણ મારી મતિકલ્પનાથી નહીં. એક પ્રકારે ચૈતન્ય યુક્ત જીવે છે. કારણ દરેક જીવ ઉપગ લક્ષણવાળો છે. સિદ્ધના તથા સંસારી એમ બંને પ્રકારની અવસ્થામાં ઉપગધર્મ રહે છે. કારણ કે, સતત બોધ રહે છે. જે સતત બોધ ન હોય, તે અજીવ થવાનો પ્રસંગ આવે. ભવસ્થ અને સિદ્ધ-એમ બે ભેદે જીવો છે. ભવસ્થ એટલે સંસારમાં રહેલા અને સિદ્ધ એટલે મુક્તિપદને પામેલા. (૧૨૩૨) तस थावरा य दुविहा २ तिविहा थीपुनपुंसगविभेया ३ । नारयतिरियनरामरगइभेयाओ चउन्भेया ४ ॥१२३३॥ ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે, સ્ત્રી-પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકારે, નારક તિયચ-મનુષ્ય અને દેવ-એમ ચાર પ્રકારે જીવો છે. ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે જીવે છે. તેમાં બેઈન્દ્રિય વિગેરે ત્રસે છે અને પૃથ્વીકાય વિગરે એકેન્દ્રિય સ્થાવર છે. સ્ત્રી-પુરુષ અને નપુસક એમ ત્રણ પ્રકારે વિવિધ જીવે છે. અહીં સ્ત્રી વિગેરે સ્ત્રીવેદ આદિ વેદના ઉદયથી, નિ વિગેરે ચિન્હોથી યુક્ત જાણવા તે આ પ્રમાણે. ૧. સ્ત્રીપણાના સાત લક્ષણો આ પ્રમાણે છે. ૧. નિ, ૨. કમળતા, ૩. અસ્થિરતા, ૪. મુગ્ધતા, ૫. અબલતા, ૬. સ્તને, ૭. પુરુષની ઈચ્છા... ૨. પુરુષપણાના સાત લક્ષણે આ પ્રમાણે છે. ૧. લીંગ, ૨. કઠોરતા, ૩. દ્રઢતા, ૪. પરાક્રમ, ૫. દાઢી, મૂછ, ૬. ધૃષ્ટતા, ૭. સ્ત્રીની ઈરછા. આ સાત લક્ષણો પુરુષના છે. ૩. જેને સ્તન વિગેરે હોય અને દાઢી-મૂછના વાળ વિગેરે જેવા ન હોવાથી જે ચુક્ત હોય અને જેને મેહરૂપી આગ સારી રીતે સળગે છે તેને પંડિત નપુસક કહે છે. નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવના ભેદે ચાર પ્રકારે જીવે છે. (૧૨૩૩)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy