SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ ૨૧૩. નવનિધિ ચક્રવર્તીની ઉત્પત્તિ વખતે અને ભરતક્ષેત્રને વિજય કર્યા પછી ચક્રવર્તીની સાથે પાતાલ માર્ગે ચક્રવર્તીના નગરમાં આવે છે. (૧૨૨૮) वेरुलियमणिकवाडा कणयमया विविहरयणपडिपुन्ना । ससिसूरचकलक्खण अणुसमचयणोववत्तीया ॥१२२९॥ વૈર્યમણિમય જેના બારણું છે તેના પર સોનાના વિવિધ રત્નોથી પૂર્ણ ચંદ્ર, સૂર્યના આકારના ચક આદિ ચિહે છે અને અનુરૂપ એટલે એક સરખા બારણુંવાલા છે. જેના કપાટ એટલે બારણું વૈડૂર્યમણિના છે. તેની ઉપર સેનાના વિવિધ રત્નથી પૂર્ણ એટલે જડેલા ચંદ્ર-સૂર્ય આકારના ચક્રોના ચિન્હ છે. તે નિધિએ એક સમાન વિષમતા વગરના બારણાવાળી છે. અણુપમ એ પાઠના આધારે જેના પર સ્વરૂપના વર્ણનમાં ઉપમા માટેના વચને મળતા નથી તે અનુપમ વચને પપત્તિકા એટલે ઉપમા વડે જેનું વર્ણન કરી શકાય નહીં, કારણ કે ઉપમાનો અભાવ છે. સપુરમર વાળવત્તર એ પાઠના આધારે કે દરેક સમયે પુદગલેનું જેમાંથી ચ્યવન એટલે દૂર થવું અને ઉપપત્તિ એટલે જોડાવું થાય છે. એટલે એ બારણમાંથી જેટલા પુદગલે દૂર થાય છે તેટલાજ પુદ્ગલે દરેક સમયે લાગે છે. સ્થાનાંગસૂત્ર છાજુમgiાવાદુવાળા એ પાઠના આધારે આ પ્રમાણે અર્થ થાય છે. જેના મોઢા આગળ અનુપમ એટલે એક સમાન ચૂપ એટલે યજ્ઞના થાંભલા જેવા આકારવાળા ગોળ તથા લાંબા બાહુ એટલે બારશાખ-દ્વારશાખા છે. (૧૨૨૯) पलिओवमट्टिईया निहिसरिनामा य तत्थ खलु देवा । जेसि ते आवासा अक्केजा आहिवञ्चाय ॥१२३०॥ તે નિધિઓમાં એક પોપમના આયુષ્યવાળા, નિધિના જેવાજ નામવાળા દેવે હોય છે. તે દેવેનું આ નિધિ આશ્રય સ્થાન છે અને તે દેવ આધિપત્ય માટે ખરીદાય એવા નથી. કેમકે આધિપત્ય ખરીદવાથી મળતું નથી. એ ભાવ છે. (૧૨૩૦ ) एए ते नव निहिणो पभूयधणरयणसंचयसमिद्धा । जे वसमुवगच्छंति सव्वेसिं चक्कवट्टीणं ॥१२३१॥ આ નવનિધિઓ ઘણું ધનરનના સંગ્રહથી સમૃદ્ધ છે. આ નિધિ ભરતક્ષેત્રના અધિપતિ બધાયે ચક્રવર્તિઓને વશમાં આવે છે. (૧૨૩૧)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy