SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫. જેને આહાર અને શ્વાસ ગ્રહણ ૨૭૯ જે દેવને જેટલા સાગરોપમની સ્થિતિ હોય છે. તેને તેટલા પખવાડીયે ઉચ્છવાસ હોય છે અને તેટલા હજાર વર્ષોએ આહાર હોય છે. દેવામાં જે દેવને જેટલા સાગરોપમની સ્થિતિ હોય, તેને તેટલા પખવાડીયે ઉચ્છવાસ-શરીરની અંદર રહેલ પ્રાણરૂપ પવનનું ઊંચેથી નીકળવું હોય છે અને તેટલા જ હજાર વર્ષોએ આહારની ઈચ્છા થાય છે. જેમ કે દેવને એક સાગરોપમનું આયુષ્ય હેય, તેને એક પખવાડીયે ઉચ્છવાસ અને એક હજાર વર્ષે આહાર. જેને બે સાગરોપમનું આયુષ્ય હોય, તેને બે પખવાડીએ ઉચ્છવાસ અને બે હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. એમ જેને તેત્રીસ સાગરેપમની સ્થિતિ હોય તેમને તેત્રીસ પખવાડીયે ઉચ્છવાસ અને તેત્રીસ હજાર વર્ષે આહારેચ્છા થાય છે. દે માં જે જેટલો મોટા આયુષ્યવાળે તે તેટલે સુખી અને સુખી જીવને ઉત્તરોત્તર શ્વાસોશ્વાસની ક્રિયાનો વિરહકાળ માટે હોય છે. કેમકે શ્વાસે શ્વાસની ક્રિયા એ દુઃખરૂપ છે. તેથી જેમ જેમ આયુષ્યમાં સાગરોપમની વૃદ્ધિ થાય છે, તેમ તેમ શ્વાસે શ્વાસની ક્રિયાના વિરહકાળના પ્રમાણની પણ પાક્ષિક વૃદ્ધિ થાય છે. અને આહારની ક્રિયા તે શ્વાસે શ્વાસ કરતાં પણ અધિક દુઃખરૂપે હોવાથી હજાર વર્ષોની વૃદ્ધિ થાય છે. (૧૧૮૫) હવે જઘન્ય આયુવાળાના શ્વાસોશ્વાસ અને આહારનું કાળમાન કહે છે. दसवाससहस्साई जहन्नमाऊ धरति जे देवा । तेसि चउत्थाहारो सत्तहिं थोवेहिं ऊसासो ॥११८६॥ દશ હજાર વર્ષનું જઘન્ય આયુ જે દેવો ધારણ કરે છે તેઓને જ આહારાભિલાષ ચોથભફતે થાય છે. અને શ્વાસે શ્વાસ સાત સ્તોકે હોય છે. જે ભવનપતિ વ્યંતરદેવ દસહજાર વર્ષના જઘન્ય આયુષ્યવાળા છે. તેમને આહારની ઈચ્છા ચોથભક્તિ એટલે એક રાત-દિવસ પસાર થયા પછી થાય છે. એટલે મનવડે ઈચ્છેલા શુભપુદગલે સંપૂર્ણ કાયાવડે આહારરૂપે પરિણાવે છે. તથા તેઓને સાત સ્તકરૂપ કાળ વિશેષે એક શ્વાસે શ્વાસ હોય છે. એટલે સાતસાત સ્તંક વીત્યા પછી એક એક શ્વાસે શ્વાસ લે છે. બાકીના કાળે તેઓ તેની આબાધા રહિત સ્વસ્થપણે જ રહે છે. (એક સ્તક એટલે આધિ વ્યાધિ રહિત, સ્વસ્થ મનુષ્યના સાત શ્વાસોશ્વાસ પ્રમાણ જે કાળ વિશેષ, તે એક સ્તક. એવા સાત સાત સ્તક વીત્યા. પછી દેવેને શ્વાસોશ્વાસ હોય છે.) (૧૧૮૬) દસ હજાર વર્ષની સ્થિતિથી લઈ એક સાગરેપમ સુધીની સ્થિતિવાળા દેવના આહાર અને શ્વાસોશ્વાસનું કાળમાન કહે છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy