SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬. નારકશરીર પ્રમાણ ૨૨૭ તે પાંચમીમાં જઘન્ય, જે પાંચમીમાં ઉત્કૃષ્ટ તે છઠ્ઠીમાં જઘન્ય, જે છઠ્ઠીમાં ઉત્કૃષ્ટ તે સાતમીમાં જઘન્ય. પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં દસ હજાર વર્ષ જઘન્ય સ્થિતિ છે. આના અભિપ્રાય આ પ્રમાણે છે– પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ છે. શર્કરાપ્રભામાં એક સાગરાપમ, વાલુકાપ્રભામાં ત્રણ સાગરોપમ, પંકપ્રભામાં સાત સાગરોપમ, ધૂમપ્રભામાં દસ સાગરાપમ, તમ:પ્રભામાં સત્તર સાગરોપમ, તમઃતમ પ્રભામાં ખાવીસ સાગરોપમ જઘન્યસ્થિતિ કાળ વિગેરે ચાર નરકાવાસમાં જાણવી. બધીયે નરકામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેની સ્થિતિ મધ્યમરૂપે જાણવી. ( ૧૦૭૬ ) ૧૭૬. નારક શરીર પ્રમાણ पढमा पुढवीए नेरइयाणं तु होइ उच्चत्तं । सत्तणु तिन्निरयणी छच्चेव य अंगुला पुण्णा ॥ १०७७ ॥ सत्तम पुढवी पुणो पंचैव धणुस्सयाई तणुमाणं । मज्झिम पुढवी पुणो अणेगहा मज्झिमं नेयं ॥ १०७८ ॥ નારકાને પહેલી પૃથ્વીમાં સાત ધનુષ, ત્રણ હાથ અને પૂણ છ આંગળ રૂપ ઊંચાઇ હોય છે. સાતમી પૃથ્વીમાં પાંચસે ધનુષનું શરીર પ્રમાણ હાય છે. મધ્યની-વચ્ચેની પૃથ્વીઓમાં અનેક પ્રકાર મધ્યમ દેહમાન જાણવું. જીવ જેમાં અવગાહે એટલે રહે તે અવગાહના, શરીર, તનુ વિગેરે એક અવાળા શબ્દો છે. તે શરીર ભવધારણીય અને ઉત્તર વૈક્રિય એમ એ પ્રકારે છે. ભવ એટલે નરક વિગેરેમાં આયુષ્યના અંત સુધી જે એક સરખું શરીર ધરાય તે, ભવધારણીય-સ્વાભાવિક શરીર કહેવાય, ઉત્તર એટલે સહજ શરીર ગ્રહણ કર્યા પછીના જે કાળ તે ઉત્તરકાળના કાર્યને આશ્રયી જે વિવિધ ક્રિયા કરાય, તે ઉત્તરવૈક્રિય શરીર. તે બંનેનું પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારનું દેહમાન છે. એમાં પ્રથમ દરેક પૃથ્વીની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના કહે છે. પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં નારકાની ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના સાત ધનુષ, ત્રણ હાથ અને પૂરા છ આંગળ એટલે ઉત્સેધાંશુલ પ્રમાણ વડે સવા એકત્રીસ હાથની ઊંચાઈ છે એ ભાવ છે. સાતમી પૃથ્વીમાં પાંચસેા ધનુષનું ઉત્કૃષ્ટથી નારકાના શરીરની ઊંચાઈ છે. શર્કરાપ્રભાથી લઈ તમઃપ્રભા સુધીની પૃથ્વીઓમાં મધ્યમ એટલે પહેલી અને સાતમી પૃથ્વીની ઊંચાઈ વચ્ચેની ઊંચાઈ અનેક પ્રકારે છે. આગળ-આગળની પૃથ્વી કરતાં પાછળ-પાછળની પૃથ્વીએમાં બેગણુ -બેગણું ( ડખલ-ડખલ ) શરીર પ્રમાણુ ‘ઉત્કૃષ્ટથી જાણવું.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy