SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ જીવ જ્યારે એક ક્ષેત્ર પ્રદેશને પામીને તે સ્થાને મરે. ફરી પણ તેની બાજુમાં જ રહેલા બીજા પ્રદેશમાં મરે–એ પ્રમાણે તરતમોગે સર્વક્ષેત્રમાં ક્રમશઃ મરણ દ્વારા સ્પશે તો સૂક્ષ્મક્ષેત્ર પુલ પરાવત થાય. કેઈ એક જીવ અનંતભવ ભ્રમણ કરતા-કરતા જ્યારે કેઈ એક ક્ષેત્રપ્રદેશને કલ્પના વડે પ્રાપ્ત કરી એટલે તે પ્રદેશ પર રહી મરે છે–પ્રાણ છોડે છે. અહીં કલ્પનાથી સમજવું કારણ કે વાસ્તવિકપણે જીવને અસંખ્યાત પ્રદેશની અવગાહના હોય છે. ફરીવાર પણ તે જ પ્રથમ મરણ સ્પર્શત પ્રદેશની બિલકુલ બાજુમાં જ રહેલા બીજા પ્રદેશમાં જે મરણ પામે, ફરી પણ તેની બાજુમાં રહેલા ત્રીજા પ્રદેશમાં મરે, એ પ્રમાણે તરતમચગે એટલે બાજુ-બાજુના પ્રદેશ પર મરણ પામવા વડે સંપૂર્ણ લેકાકાશરૂપ ક્ષેત્રમાં મરણ પામે ત્યારે સૂયમ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન થાય-એમ જાણવું. અહીં ક્ષેત્ર પ્રદેશને અનુક્રમે એટલે પ્રથમ પ્રદેશની બિલકુલ બાજુમાં રહેલા પ્રદેશોની પરંપરાની હારપૂર્વક જ ગણવી. પરંતુ આગળ સ્પર્શાઈ ગયેલ અથવા આંતરાપૂર્વકના જે પ્રદેશ પર મરે તે પ્રદેશ ન ગણવા. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. જે કે જીવની જઘન્યથી પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ અવગાહના હોય છે. છતાં પણ અમુક કેઈક ભાગમાં મરનારની વિવક્ષાથી કઈક એક પ્રદેશની મર્યાદાપૂર્વક વિવક્ષા કરાય છે ત્યારબાદ તે પ્રદેશથી બીજા સ્થળે રહેલા જે આકાશપ્રદેશ છે, તેને મરણ વડે સ્પર્શ કરવામાં આવે, તે ગણાય નહીં. પરંતુ અનંતકાળ ગયા પછી, પણ વિવક્ષિત પ્રદેશની બિલકુલ બાજુમાં રહેલ જે પ્રદેશ છે, તેના પર મરણ પામે તે તે ગણાય. તેના પછી તેની બાજુમાં રહેલ જે પ્રદેશ તેના પર મરે તે તે ગણાય. એમ પ્રદેશના આંતરા વગર સતત પ્રદેશની પરંપરા વડે જેટલા વખતમાં સર્વકાકાશ પ્રદેશને મરણ વડે સ્પશે, તેટલા કાળ વિશેષને સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહેવાય. બીજા આચાર્યો એમ વ્યાખ્યા કહે છે કે જે, આકાશપ્રદેશ પર રહી જીવ મરણ પામ્યા હોય તે બધાયે આકાશપ્રદેશે ગણવા. પણ તે આકાશપ્રદેશમાં રહેલ અમુક કેઈકે એક જ આકાશપ્રદેશ નહીં પણ બધાયે આકાશ પ્રદેશે ગણવા. (૧૦૪૫-૧૯૪૬) ૫. બાદરકાળ પુદ્ગલ પરાવત : ओसप्पिणीऍ समया जावइया ते य निययमरणेणं । पुट्ठा कमुक्कमेणं कालपरट्टो भवे थूलो ॥१०४७॥ અવસર્પિણીના ઉપલક્ષણથી ઉત્સર્પિણના પણ જેટલા સમયે જે અતિસૂક્ષમ કાળ વિભાગ છે. તે સમયે ને જ્યારે એક જીવ પોતાના મરણ વડે ક્રમપૂર્વક કે કમવગર સ્પશે ત્યારે તે સ્થૂલ એટલે બાદરકાળ પુદ્ગલ પરાવર્ત થાય છે. આનો ભાવાર્થ એ છે કે
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy