SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ જેને બૌદ્ધ વિગેરે દર્શનને સ્વીકાર કર્યો નથી તથા જિન પ્રરૂપિત સિદ્ધાંત પ્રવચનમાં અવિશારદ હોય અને કપિલ વગેરેએ કહેલ શાસ્ત્રોમાં પણ જે અનભિગ્રહિત હાય એટલે મુખ્ય ઉપાદેય જ્ઞાનરૂપે ગ્રહણ ન કરે, તે અનભિગ્રહિત. આગળ કહેલ અનભિગ્રહિત કુદષ્ટિવડે બીજા દર્શનના સ્વીકારને નિષેધ કર્યો છે. અને આ અનભિગ્રહિત વડે અન્યદર્શન સંબંધિત જ્ઞાનમાત્રનો પણ નિષેધ કર્યો છે–એ બને અનભિગ્રહિત વચ્ચે તફાવત છે. આનું તાત્પર્ય એ છે કે ઉપરોક્ત વિશેષણવાળે જીવ સંક્ષેપથી ચિલાતીપુત્રની જેમ ઉપશમ વગેરે ત્રણ પદ વડે તત્વચિને પામે છે. તે સંક્ષેપરુચિ કહેવાય. (૫૯) ૧૦. ધમરુચિ – जो अस्थिकायधम्मं सुयधम्मं खलु चरित्तधम्मं च । सदहइ जिणाभिहियं सो धम्मरुइत्ति नायव्यो ॥९६०॥ જે જીવ તીર્થકરેએ કહેલ અસ્તિકાયના ધમને, કૃતધર્મને અને ચારિત્ર ધર્મને સહે-તહત્તિ કરી સ્વીકારે, તે ધર્મચિ જાણો. જે જીવ તીર્થકરોએ કહેલ અસ્તિકા વગેરે એટલે ધર્માસ્તિકાય વગેરેને ધર્મ એટલે ગતિ સહાયક વગેરે સ્વભાવ, અંગપ્રવિષ્ટ વગેરે આગમરૂપ શ્રુતધર્મ, સામાયિક વગેરે ચારિત્રધર્મને તહત્તિ કરી સ્વીકારે, શ્રદ્ધા કરે તેને ધમરુચિ જાણવો. અહીં આગળ આ પ્રમાણે ઉપાધિભેદથી સમ્યકત્વના ભેદે કહ્યા છે, તે શિષ્યની બુદ્ધિના વિકાસ માટે કહ્યા છે. નહીં તે નિસર્ગ અને ઉપદેશમાં અથવા અધિગમ વગેરે કઈમાં કેટલાકને અંતર્ભાવ છે જ. ઉપરોક્ત ક્ષાયિક વગેરે ત્રણ સમક્તિ પ્રસંગાનુસારે નારક વગેરે માંવિચારે છે. (૬૦) आईपुढवीसु तीसु खय १ उवसम २ वेयगं ३ च सम्मत्तं । वेमाणियदेवाण पणिदितिरियाण एमेव ॥९६१॥ सेसाण नारयाणं तिरियत्थीणं च तिविहदेवाण । नत्थि ह खइयं सम्म अन्नेसि चेव जीवाणं ॥९६२॥ પહેલી ત્રણ પૃથ્વીમાં ક્ષાયિક, પથમિક અને વેદકસમકિત હોય છે. તથા વૈમાનિકદેવોને અને પંચેન્દ્રિય તિર્યને પણ આ જ ત્રણ હોય છે, બાકીના નારકે, તિર્યંચ સ્ત્રીઓ અને ત્રણ પ્રકારના દેવોને ક્ષાયિક સમકિત હેતુ નથી. આ સિવાયના બીજા ને સમકિત હેતું નથી. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા–આ ત્રણ પહેલી નારક પૃથ્વીઓમાં સૂત્ર સૂ વાત ન્યાયાનુસારે ચ-૩વરમ-વેચ પદ પરથી ક્ષાયિક, ઔપથમિક અને વેદકસમ્યકત્વ હોય છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy