SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ ૧૩૯, ચાર પ્રકારની ભાષા (અસત્યભાષા) ૧૦. ઔપચ્ચસત્યા - ઉપમા એ જ ઔપચ્યું. તે ઉપમા વડે જ સત્ય તે ઔપસત્ય. જેમ તળાવ સમુદ્ર જેવું છે. (૮૯૧) બીજી મૃષાભાષાના ભેદ કહે છે. कोहे १ माणे २ माया ३ लोभे ४ पेज्जे ५ तहेव दोसे ६ य । हास ७ भए ८ अक्खाइय ९ उवघाए १० निस्सिया दसहा ॥८९२।। ૧. ક્રોધ, ૨, માન, ૩, માયા, ૪, લાભ, ૫, પ્રેમ, ૬, ષ, ૭, હાસ્ય, ૮. ભય, ૯. આખ્યાયિકા, ૧૦. ઉપઘાત-આ દશ પ્રકારે અસત્ય છે. અસત્યભાષા કોધ વગેરે દ્વારા નીકળવાથી દશ પ્રકારે છે. ૧. ક્રોધઅસત્યા - ક્રોધથી અભિભૂત વિસંવાદિત બુદ્ધિવાળે થઈ બીજાને વિશ્વાસ પમાડતે જે સાચું–જહું જે કંઈ બેલે, તે બધુંયે અસત્ય છે. કારણ કે તેને આશય અતિ દુષ્ટ છે. તે જે કંઈ ઘુણાક્ષર એટલે અણ ઉપગથી જે કંઈ બેલે, તે અથવા શઠબુદ્ધિ એટલે ઠગવાની બુદ્ધિથી જે કંઈ સાચું બોલાય તે પણ આશય દોષના કારણે અસત્ય છે. જેમકે પિતા ગુસ્સે થઈને પુત્રને કહે કે “તું મારો પુત્ર નથી.” “નેકર ન હોય તેને નેકર કહીને બોલાવે.” ર. માનઅસત્યા - માન એટલે અભિમાનથી જે કંઈ બેલાય તે માનઅસત્યા. જેમ પૂર્વમાં પિતે ન અનુભવેલા ઐશ્વર્ય એટલે વૈભવને પણ પોતે પોતાની મોટાઈ બતાવવા માટે આ વૈભવ પતે ભેગવેલ છે એમ કહે તે માનઅસત્યા. ૩. માયાઅસત્યા - માયાથી જે બેલાયેલ તે માયાઅસત્યા. જે બીજાને ઠગવાની બુદ્ધિથી સાચું-જુદું જે કંઈ બેલાય તે માયાઅસત્યા. ૪. લેભ અસત્યા - લેભથી જે બોલાય તે લેભઅસત્યા. વેપારી વગેરે જે કંઈ આમ નથી ખરીદ્ય, આમ ખરી છે વગેરે બોલે તે લોભઅસત્યા. ૫. પ્રેમઅસત્યા :- જેમ અતિ પ્રેમના કારણે પ્રેમિકાને કહે કે “હું તારે દાસ છું' તે પ્રેમથી બોલાયેલ અસત્યા છે. ૬. દ્વેષઅસત્યા - શ્રેષથી બેલાયેલ અસત્યા. જેમ ઈર્ષ્યા વગેરેના કારણે ગુણવાનને પણ આ નિર્ગુણ છે” એમ કહે તે દ્વેષ અસત્યા. ૭. હાસ્યઅસત્યા:- હાસ્યથી જે અસત્ય બેલાય તે હાસ્ય અસત્યા. જેમ કાંદપિંક એટલે મશ્કરે માણસ કેઈની કંઈક વસ્તુ લીધી હેય છતાં પૂછે તે મશ્કરીથી કહે કે, મેં જોઈ નથી તે હાસ્યઅસત્યા. ૮. ભયઅસત્યા - ચાર વગેરેના ભયથી જે જૂઠું બોલાય તે ભયઅસત્યા. ૯. આખ્યાયિકાઅસત્યા – આખ્યાયિકા એટલે કથા વગેરેમાં રસ જમાવવા માટે અસંભવિત વાત કહેવી તે આખ્યાયિકાઅસત્યા.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy