SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ જ્યારે એક આંગળી આશ્રયિ નાનાપણું અને બીજી આંગળી આશ્રયિ મોટાપણું એ સત્ અસની જેમ ભિન્ન નિમિત્તક હોવાથી પરસ્પર વિરોધ થતું નથી. પ્રશ્ન - હવે જે હ્રસ્વ-દીર્ઘત્વ તાવિક હોય, તે તે ઋજુત્વ એટલે સરખાપણું અને વકત્વ એટલે વાંકાપણાની જેમ પર નિરપેક્ષ કેમ જણાતા નથી? માટે જ પરોપાધિક એટલે પર આશ્રયિને હાવાથી નાના મોટાપણું કાલ્પનિક છે. ઉત્તર :- આ વાત બરાબર નથી. કેમકે પદાર્થોના ધર્મો બે પ્રકારે છે. ૧. સહકારી બેંગ્યરૂપ એટલે સહકારી કારણ મળવાથી પ્રગટ થનાર અને ૨. ઈતર એટલે અસહકારી બેંગ્યરૂપ એટલે સહકારી કારણની અપેક્ષા વગર સ્વયં જ પ્રગટ થનારા. તેમાં જે પાણીના સંસર્ગથી પૃથ્વીની ગંધ પ્રગટ થાય છે, તે સહકારી બેંગ્યરૂપ છે. અને એમને એમ સહજભાવે જે કપૂર વગેરેની ગંધ જણાય તે અસહકારી બેંગ્યરૂપ છે. એમ હૃસ્વત્વ કે દીર્ઘવ પણ સહકારી બેંગ્યરૂપે છે. તેથી તેઓ તે તે સહકારી કારણે મેળવીને પ્રગટ થાય છે. માટે દોષ નથી. ૭. વ્યવહાર સત્યા - લેકવ્યવહાર આશ્રયિને જે સત્ય તે વ્યવહાર સત્ય. જેમ પર્વત બળે છે. વાસણ ઝરે છે. પેટ વગરની કન્યા, રેમરાજી વગરનો બકરો, આમાં પર્વત પરનું ઘાસ બળતું હોવા છતાં ઘાસ પર્વતની સાથે એકી ભાવની વિરક્ષા કરીને લેક પર્વત બળે છે–એમ કહે છે. વાસણમાં પાણી ગળતું હોવા છતાં પણ પાણી અને વાસણની અભિન્ન વિવક્ષાના કારણે વાસણ ગળે છે એમ કહેવાય. સંગના બીજ દ્વારા જે પેટ થવું જોઈએ તે ન થતું હોવાથી અનુદરા એટલે પેટ વગરની કન્યા કહેવાય. | લવન એટલે કાપવા ગ્ય રેમ એટલે ઉનનો અભાવ હોવાથી અહેમિકા બકરી કહેવાય. તેવા પ્રકારના લેકવ્યવહારની અપેક્ષાએ સાધુઓ પણ આ પ્રમાણે બેલે તે તે વ્યવહાર સત્યભાષા છે. ૮, ભાવસત્યા - ભાવ એટલે વર્ણ વગેરે સ્વરૂપે સત્ય તે ભાવસ. તે શી રીતે છે? જે વર્ણ વગેરે ભાવ જેમાં વધારે પ્રમાણમાં હોય તેને મુખ્ય રૂપે કરી બેલાય તે ભાવસત્ય. જેમ બગલામાં પાંચે રંગ હોવા છતાં પણ સફેદ રંગની અધિકતાના કારણે બગલે સફેદ છે એમ કહેવાય છે. ૯. ગસત્યા – યોગ એટલે સંબંધ. તે સંબંધ વિશેષના કારણે જેને બોલાવાય તે ગસત્ય. જેમ કે ઈ માણસ પાસે છત્ર હોય અને તેના કારણથી દુનિયામાં છત્રી (છત્રવાળા) રૂપે પ્રસિદ્ધ થયો હોય, પાછળથી છત્ર ન હોય તે પણ છત્રના ગો સંભવ હોવાથી છત્રીરૂપે જ બોલાવાય છે. એ પ્રમાણે દંડ હોવાના કારણે ઠંડીરૂપે કહેવાય છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy