SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ ૧. ઉપસર્ગ, ૨. ગર્ભાપહરણ, ૩. સ્ત્રીતીથકર, ૪. અભાવિત પર્ષદા, ૫. કૃષ્ણનું અપરકકાગમન, ૬. ચંદ્ર-સૂર્યનું અવતરણ, ૭, હરિવંશ કુલની ઉત્પત્તિ, ૮. ચમરેન્દ્રનો ઉત્પાત, ૯, ૧૦૮ નું મેક્ષગમન, ૧૦. અસંય તેની પૂજા-આ દશ આછેરા અનંતકાળે થયા છે. શા એટલે વિસ્મયપૂર્વક. એટલે જણાય. લોક વડે વિસ્મયપૂર્વક જે જણાય તે આશ્ચર્ય. અદ્દભૂત પદાર્થો અર્થાત્ અદભૂત વિષયે તે આશ્ચર્યો દશ છે. ૧૨ ઉપસર્ગ:- ઉપસર્ગ એટલે તાપ વગેરે દ્વારા પ્રાણ બાધિત થાય, ફેંકાય તે. દેવ-મનુષ્ય વગેરે વડે કરાયેલ ઉપદ્રવો તે ઉપસર્ગ. સે જન પ્રમાણ ક્ષેત્રમાં દુખે કરીને વારી શકાય એવા વેર, મરકી, દુષ્કાળ, વિવર એટલે તીડ વગેરે ઉપદ્રવને ઉદ્દેક પણ જેમના પ્રભાવે શાંત થાય છે એવા શ્રેષ્ઠ પુણ્યના સ્થાનરૂપ, તીર્થકર ભગવાન મહાવીરદેવને છદ્મસ્થકાળ અને કેવલિકાળમાં પણ મનુષ્ય તિર્યંચ અને દેવે દ્વારા ઉપસર્ગો થયા. આવું ભૂતકાળમાં થયું નથી. તીર્થકરો સમસ્ત દેવ-મનુષ્ય અને તિર્યચેના સન્માનનીય જ રહ્યા છે. પણ ઉપસર્ગના પાત્ર નથી. અનંતકાળે આ પ્રસંગ બન્યા હોવાથી, લેકમાં અદભૂત આશ્ચર્યરૂપે પ્રસિદ્ધ થયે. ર. ગર્ભાપહરણ –ગર્ભ એટલે સ્ત્રીની કૂખમાં ઉત્પન્ન થયેલ જીવ. તેને બીજી સ્ત્રીની કૂખમાં લઈ જ તે ગર્ભ સં હરણ–આ અભૂતપૂર્વ પ્રસંગ મહાવીરસ્વામિ માટે બન્યો. તે આ પ્રમાણે શ્રી મહાવીર સ્વામીને જીવ મરીચિના ભવે ઉપાર્જન કરેલ નીચગેત્ર કર્મના કારણે દશમા પ્રાણુત દેવકના પુત્તર વિમાનમાંથી ચ્યવી, બ્રાહ્મણકુંડગામમાં ઋષભદત્ત અપર નામ મિલ બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં અષાઢ સુદ છઠ્ઠના દિવસે અવતર્યા. ખાસી દિવસ વીત્યા પછી સૌધર્માધિપતિ ઇંદ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકવા દ્વારા જાણી વિચાર્યું કે, “તીર્થકરો ક્યારેય પણ નીચ કુલમાં ઉત્પન્ન થતા નથી. આમ વિચારી ત્રિભુવન ગુરુ પરમાત્માની ભક્તિથી ભાવિત મનવાળા તેઓએ હરિભેગમેષિ સેનાપતિને આદેશ કર્યો કે “આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થંકર પૂર્વોપાજિત કર્મના ઉદયથી તુચ્છ કુલમાં ઉત્પન્ન થયા છે. તેથી એમને ત્યાથી સંહરણ કરી ક્ષત્રિયકુંડગામમાં પ્રસિદ્ધ સિદ્ધાર્થ રાજાની પત્ની ત્રિશલાદેવીની કૂખમાં સ્થાપન કરે.” ત્યારે હરિણેગમેષિએ “તહત્તિ” કહી વચન સ્વીકાર કરી આ (ભાદરવા) વદી ૧૩ ના દિવસે રાત્રિ સમયે પહેલા બે પ્રહરની વચ્ચે દેવાનંદ નામની બ્રાહ્મણીની કુક્ષિમાંથી ત્રિશલાદેવીની કુક્ષિમાં ભગવાનનું સંહરણ કર્યું. આ પણ અનંતકાળે બનેલ હોવાથી આશ્ચર્યરૂપે છે. ૩. સ્ત્રી તીર્થકર – સ્ત્રીતીર્થકર વડે ઉત્પન્ન થયેલ દ્વાદશાંગી કે સંઘરૂપ જે તીર્થ તે સ્ત્રીતીર્થ. તીર્થનું પ્રવર્તન ત્રણ ભુવનમાં અતિશયરૂપ નિરૂપમ મહિમાવાળા પુરુષે (તીર્થકર ) જ કરે છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy