SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ ૩. પ્રતિકમણ દ્વારઃ કાઉસ્સગ્ન કરે, પછી જ્ઞાન શુદ્ધિ માટે “પુફખરવરદિવઢ” કહીને કાઉસ્સગ કરે. તે કાઉસ્સગ્નમાં રાત્રિના અતિચારોને વિચારે. ત્રણ કાઉસ્સગ્ગ કરી, સિદ્ધાણંબુદ્વાણું બેલી, બેસીને મુહપત્તિ પડીલેહી અને વાંદણ કરે. પછી આલોચના આપે, ત્યાર બાદ બેસીને નવકાર, સામાયિક વિગેરે સૂત્રપૂર્વક પ્રતિક્રમણ સૂત્ર “વંદામિ જિણે ચઉવ્વીસ” સુધી બોલી, વાંદણું આપી ક્ષમાપના કરે. પછી વાંદણું આપી “આયરિય ઉવજઝાએ” વગેરે ત્રણ ગાથા બોલી આગળની જેમ સામાયિક વિગેરે સૂત્ર કહી છ માસી તપ ચિતવવાને કાર્યોત્સર્ગ કરે તે ચિંતવના આ પ્રમાણે છે. જે તપ વડે સંયમ યોગોની કઈપણ જાતની હાનિ ન થાય, તે તપને ભાવિત મનવાળો થઈ સ્વીકારું છું. ભગવાન મહાવીરના શાસનમાં ગણધરોએ ઉત્કૃષ્ટપણે છ મહિના સુધી તપ જણાવેલ છે. તેથી સંયમ યોગોના નિરાબાધપણે હે જીવ...! તું છ માસી તપ કરવા સમર્થ છે?—એમ વિચારે કે હું શક્તિમાન નથી. એક દિવસ ન્યૂન છ મહિનાના ઉપવાસ કરવા તું સમર્થ છે? એટલે પાંચ મહિનાને ૨૯ દિવસ શક્તિમાન છે? નથી. આમ વિચારે. એમ આગળ બે વિગેરે દિવસ ખૂન કરે યાવત ૨૯ દિવસ ઓછા છ મહિના. એ પ્રમાણે પાંચ મહિના, ચાર મહિના, ત્રણ મહિના, બે મહિના, એક એક દિવસ ન્યૂન કરવાપૂર્વક વિચારે, પછી એક મહિને એક એક દિવસ ઓછો કરતા તેર દિવસ ન્યૂન કરે, પછી ચોત્રીસ ભક્ત, બત્રીસ ભક્ત, એમ ભક્ત ઓછા કરતા ચેથ ભક્ત સુધી વિચારે, પછી આયંબિલ, નિવી, પુરિમઢ, એકાસણુ વિગેરે ચિતવત નવકારશી સુધીમાં જે પચ્ચખાણ કરવું હોય, તે મનમાં ધારી કાઉસ્સગ્ન પારે, લોગસ્સ કહી, બેસી, મુહપત્તિનું પડિલેહણ કરી, વાંદણું આપે, પછી પચ્ચખાણ કરી પ્રવર્ધમાન અક્ષરપૂર્વક ત્રણ સ્તુતિઓ ગલી વિગેરે જીવો ઉઠી ન જાય તે રીતે ધીમે સ્વરે બોલે. પછી ચૈત્યવંદન કરે–આ પ્રમાણે રાત્રિ પ્રતિક્રમણની દવિધિ થઈ પ્રશ્ન- દેવસિય પ્રતિક્રમણમાં પહેલા કાઉસગ્નમાં અતિચારે વિચારાય છે. બીજા વિગેરે કાઉસ્સગ્નમાં ચારિત્ર શુદ્ધિ વિગેરેના કાઉસ્સગ્ન કરાય છે, જ્યારે સવારના પ્રતિકમણમાં ઉલટી રીતે કરાય છે, તે તેનું કારણ શું? ઉત્તર :- સવારના પ્રતિક્રમણમાં જાગતે હોવા છતાં પણ હજુ આંખ ઉંઘથી ઘેરાયેલ હોય, તેમજ શરીરમાં કંઈક આળસ હોવાથી રાત્રિના બધા અતિચારો સારી રીતે યાદ ન કરી શકે, અને આંખે ઉંઘવાળી હોવાથી સાધુઓને પણ પરસ્પર સંઘો થાય છે અને કાઉસ્સગ્ન પછી કૃતિકર્મ (વાંદણા) વિગેરે પણ ખલનાવાળા થાય છે. તેથી આંખમાંથી ઉંઘ તથા શરીરમાંથી આળસ દૂર કરવા અને શરીરમાં સ્કૂર્તિ લાવવા પ્રથમ ચારિત્ર, દર્શનશુદ્ધિ નિમિત્તક કાઉસ્સગ્ન કરાય છે. ત્યાર બાદ જ્ઞાનશુદ્ધિ નિમિત્તના
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy