SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ પ્રવચનસારદ્વાર ચારિત્રની વિશુદ્ધિ માટે બે લેન્ગસ્સનો કાઉસ્સગ્ન કરે. તે પછી દર્શનશુદ્ધિ માટે એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે, ત્યારબાદ જ્ઞાનશુદ્ધિ માટે એક લોગસ્સને કાઉસ્સગ્ન પછી શ્રુત સમૃદ્ધિ નિમિત્તે શ્રુતદેવતાને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, તેની સ્તુતિ બેલે અથવા બીજા બેલે તે સાંભળે. પછી સર્વ વિદન વિનાશ નિમિત્તે ક્ષેત્રદેવતાનો એક નવકારને કાઉસ્સગ્ગ કરી, તેની સ્તુતિ બેલે કે બીજા બેલે તે સાંભળે. ત્યારબાદ બેસી મુહપત્તિ પડીલેહી મંગલનિમિત્તે વાંદણા આપી ઈચ્છામે અણુસદ્દી કહી, બેસી ગુરુ એક સ્તુતિ બેલ્યા બાદ સર્વે મોટા સ્વરે ત્રણ સ્તુતિ બેલે (નમોડસ્તુ વર્ધમાનાય) પછી શકસ્તવ કહીને સ્તવન બોલે. પછી દિવસના અતિચારેની શુદ્ધિ માટે ચાર લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. આ કાઉસ્સગ્નની વિધિ ગાથામાં ન કહેલ હોવા છતાં સંધ્યા વખત દેવસિ પ્રતિક્રમણની જાણવી. (૧૭૫–૧૭૬ ). રાઇઅ પ્રતિક્રમણની વિધિઃ मिच्छादुक्कड पणिवाय दंडयं काउसग्गतिय करणं । . पुत्तिय वंदण आलोय सुत्त वंदणय खामणयं ॥१७७।। वंदणयं गाहातिय पाठो छम्मासियस्स उस्सग्गो । पुत्तिय वंदण नियमो थुइतिय चिइवंदणा राओ ॥१७८॥ णवरं पढमो चरणे दंसण सुद्धीय बीय उस्सग्गो । सुअनाणस्स तईओ नवरं चिंतेइ तत्थ इमं ॥१७९।। तइए निसाइयारं चिंतइ चरिमंमि किं तवं काहं ?। छम्मासा एगदिणाइ हाणि जा पोरिसि नमो वा ॥१८०॥ “મિચ્છામિ દુક્કડ આપી પ્રણિપાત દંડક, ત્રણ કાઉસ્સગ્ન, મુહપત્તિ પડિલેહણ, વાંદણું, ત્રણ ગાથાના પાઠ, પછી છ માસી કાઉસ્સગ્ન, મુહપત્તિ પડિલેહણ, વાંદણું, પ્રત્યાખ્યાન, ત્રણ સ્તુતિ, ચિત્યવંદન-એ પ્રમાણે રાત્રિ પ્રતિમણને વિધિ છે. પહેલે કાઉસ્સગ ચારિત્રશુદ્ધિ માટે, બીજો દર્શનશુદ્ધિ માટે, ત્રીજો શ્રુતજ્ઞાનની શુદ્ધિ માટે છે, પણ ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિ અતિચાર વિચારે. છેલ્લા કાઉસ્સગ્નમાં “હું ક્યો તપ કરું એની વિચારણું કરે, તે છ મહિનાથી લઈ એક દિવસ એાછ કરતા યાવત્ પારસી કે નવકારશી સુધી વિચારે. જમીન પર મસ્તક સ્થાપી હાથ જોડી રાત્રિનાં સંપૂર્ણ અતિચારોને “મિચ્છામિદુક્કડં. આપ, નમુત્થણે બેલી “કરેમિભતે” વિગેરે સૂત્ર કહી, ચારિત્ર શુદ્ધિ નિમિત્તે એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે, પછી દર્શન શુદ્ધિ માટે લેગસ્સ બેલી એક લેગસ્સને
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy