SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સંપદા ૩૧ પંચમંગલ (નવકારમંત્ર), ઈરિયાવહિ, શકસ્તવ વિગેરેની સંપદા એટલે વિસામો અથવા અટકવાના સ્થાને કહે છે. પંચમંગલની આઠ, ઈરિયાહિની આઠ, શકસ્તવની નવ, અરિહંત ચેઈઆણુંની આઠ, લેગસ્સની અઠ્ઠાવીસ, પુખરવરદીવઢની સળ અને સિદ્ધાણં બુદ્ધાણંની વીસ સંપદા છે. (૭૮) પંચમંગલની સંપદા - पंचपरमेट्ठिमंते पए पए सत्त संपया कमसो । पज्जन्तसत्तरक्खर परिमाणा अट्ठमी भणिआ ।। ७९॥ પંચપરમેષ્ઠિમાં એક એક પદની પહેલી સાત સંપદાઓ છે અને છેલ્લી આઠમી સંપદા સત્તર અક્ષર પ્રમાણુની છે. પંચપરમેષ્ઠિમંત્રમાં “નમો અરિહંતાણુ” વિગેરે પદેની ક્રમશઃ સાત સંપદા જાણવી અને છેલ્લી “મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલં” એ બે પદની સત્તર અક્ષર પ્રમાણની સંપદા ગણધર ભગવંતએ કહી છે. અન્ય આચાર્યોના મતે “એસે પંચ નમુક્કારો, સવ્વપાવપૂણસણએ બે પદની સેળ અક્ષરની, છઠ્ઠી “મંગલાણં ચ સવ્વર્સિ” એ આઠ અક્ષરની સાતમી અને પઢમં હવઈ મંગલ” એ નવ અક્ષરની આઠમી સંપદા કહી છે. अंतिमचूलाइ तियं सोलस अट्ट नवक्खर जुयं चेव । जो पढइ भत्तिजुत्तो सो पावइ सासयं ठाणं ॥ અંતિમ ચુલિકા સેલ, આઠ, નવ અક્ષર પ્રમાણની છે. તેને જે ભક્તિયુક્ત થઈ ગણે, તે શાશ્વત સ્થાનને પામે છે. એ રીતે ઇરીયાવહિ વિગેરેમાં પણ સંપદા વિષયક યથાયોગ્ય મતાંતરે બુદ્ધિમાનેએ જાણી લેવા. જે કે “હવઈ” અને “હાઈ” આ બે પદોમાં કેઈપણ અર્થ–ભેદ નથી. “હોઈ મંગલં” એ પાઠથી લેકમાં અક્ષર વધતું નથી. (એટલે ગ્રંથ-લાઘવ થાય તે ફાયદો છે) છતાં પણ “હવઈ” એ પ્રમાણે જ બોલવું. નમસ્કાર વલય' વિગેરે ગ્રંથમાં સર્વ મંત્રરત્નને ઉત્પન્ન કરવા માટે ખાણ સમાન; ઈચ્છિત પદાર્થને આપવામાં શ્રેષ્ઠ કલ્પવૃક્ષ સમાન; ઝેર–નાગ–શાકિની–ડાકિનીચાકિની વિગેરેનો નિગ્રહ કરવામાં સમર્થ શક્તિમાન, સકલ જગતને વશીકરણ આકર્ષણ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy