SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ગ્રાસેષણા ૪૧૭ (૧) વેદના, (૨) વૈયાવચ્ચ, (૩) ઇર્યાસમિતિનું પાલન, (૪) સંયમ, (૫) પ્રાણવૃત્તિ. (૬) ધર્મચિંતા, એ છ કારણે ભાજન કરવું. (૧) બધી વેદનાઓમાં ભૂખ મુખ્ય હાવાથી ભૂખને સહન કરી ન શકાય. કહ્યું છે કે ‘ક્ષુધા સમાન વેદના નથી' માટે ક્ષુધારૂપી વેદનાને સમાવવા ભેાજન કરે. (૨) ભૂખના કારણે ગુરુ વગેરેની વૈયાવચ્ચ ભક્તિ કરી ન શકે માટે તેને વૈયાવચ્ચ કરવા માટે ભાજન કરવું પડે. (૩) નિર્જરાને ઇચ્છનારા ઇર્યાસમિતિને ઇચ્છે છે, તેથી ઇર્ષ્યાસમિતિના પાલન માટે ભાજન કરે. કેમકે ભૂખથી પીડાયેલ આંખે અંધારા આવતા હાવાથી આંખ વડે જોઈ ન શકે તેા ઇર્યાસમિતિનું પાલન શી રીતે થાય ? (૪) ભૂખથી પીડાયેલ પડિલેહણ, પ્રમાના વગેરે સયમનું પાલન કરવા સમ ન થાય. આથી સંયમની વૃદ્ધિ માટે ભેાજન કરે. (૫) શ્વાસેાશ્વાસ વગેરે દશ પ્રાણાના પાલન માટે એટલે ધારણ કરવા માટે અથવા જીવવા માટે (આયુષ્ય ટકાવવા) ભેાજન કરે. કેમકે અવિધિથી પેાતાના આત્માના પ્રાણાને પણ નુક્શાન કરનારને હિંસા લાગે છે. આથી કહ્યું છે કે, મમત્વ રહિત, ભાવિત જિન વચનવાળા આત્માને પેાતાના જીવ કે બીજાના જીવ-એવા કાઈ વિશેષ ભેદ હાતે નથી. માટે પરની અને પેાતાની એમ બંનેની પીડાને ત્યાગ કરે. (૬) ધર્મચિંતા એટલે ધર્મધ્યાન ધ્યાવવા માટે અથવા શ્રુતધર્મચિંતા એટલે ગ્રંથ પરાવર્તન, વાચન ચિંતન વગેરેરૂપ શ્રુતચિંતા માટે, ભેાજન કરે આ બંને પ્રકારના ધર્મધ્યાન, કે શ્રુતચિતારૂપ ધ્યાન ભૂખથી વ્યથિત મનવાળા ન કરી શકે. કેમકે ભૂખ્યાને આત ધ્યાનના સંભવ હાય છે. (૭૩૭) હવે ભાજન ન કરવાના આતંક વગેરે છ કારણા કહે છે. आयंके १ उवसग्गे २ तितिक्खया बंभचेरगुत्ती ३ | पाणिदया ४ तवहेऊ ५ सरीखोच्छेयणट्ठाए ६ ॥ ७३८ || (૧)આતંક એટલે રાગ, (ર) ઉષસગની તિતિક્ષા (૩) બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન, (૪) જીવદયા, (૫) તપ, (૬) શરીરના ત્યાગ આદિનાં કારણે ભાજનના ત્યાગ કરે. (૧) આતંક એટલે તાવ વગેરે રોગ થયેા હાય, ત્યારે ભાજન ન કરે. કેમકે પ્રાયઃ ઉપવાસ કરવાથી તાવ વગેરે રોગોના નાશ થાય છે. કહ્યુ છે કે પવન, શ્રમ, ક્રોધ, શાક, કામ, ઘાથી ઉત્પન્ન થયેલ સિવાયના બાકીના જવર આદિનું ખળ લાંઘણુથી નાશ પામે છે. પ૩
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy