SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ પ્રવચન સારે દ્વારે અંગાર બે પ્રકારે છે. દ્રવ્યાંગાર અને ભાવાંગાર. દ્રવ્યથી અગ્નિથી બળેલ ખેર વગેરે વનસ્પતિનાં ટુકડા તે દ્રવ્યઅંગાર. ભાવથી - રાગરૂપી અગ્નિ વડે બળેલું ચરણરૂપી ઈંધણ તે ભાવઅંગાર. જેમ બળેલ ઈધણ ધૂમાડો નીકળી ગયા પછી અંગારો કહેવાય. એ પ્રમાણે અહીં પણ ચરણરૂપી ઇંધણને રાગરૂપ અગ્નિ વડે બળેલે અંગારે કહેવાય. તેથી ભોજનમાં રહેલ વિશિષ્ટ ગંધ, સ્વાદ, રસ વગેરેને આધિન થવાથી, તેમાં મૂઠિત થયેલ સાધુ અહો શું મીઠું છે ! અહા શું સુંદર ભરેલ છે! અહે નિષ્પ છે! સરસ પકાવેલ છે ! સરસ રસવાળુ છે ! વગેરે પ્રશંસાથી જે અંગારાવાળું કરે તે અંગાર કહેવાય. (૭૩૫) ૪ ધૂમ્ર : भुंजतो अमणुन-दोसेण सधूमगं कुणइ चरणं । वेयणआयंकप्पमुहकारणा छच्च पत्तेयं ।।७३६।। શ્રેષથી ખરાબ આહાર કરતી વખતે સધુમ એટલે ધુમાડા સહિત ચારિત્રને કરે છે, વેદના, આતંક વગેરે છ કારણે દરેક ભેજનમાં જાણવા. દ્વેષપૂર્વક અન્નનો અથવા તેના દાતારની નિદાકરવાપૂર્વક અમનોજ્ઞ એટલે બેસ્વાદ આહાર વાપરે, તે ચારિત્રને ધુમાડાવાળું કરે છે. કેમકે નિંદાત્મક મલિન ભાવરૂપી ધુમાડાવડે મિશ્રિત હોવાથી. ધુમાડો દ્રવ્ય અને ભાવ-એમ બે પ્રકારે છે. તેમાં અર્ધ બળેલ લાકડાનો ધુમાડે દ્રવ્યધૂમ છે. અને દ્વેષરૂપી અગ્નિથી ચારિત્રરૂપી ઇંધણને (બળતણ) બાળ નિદાત્મક જે કલુષિત ભાવ, તે ભાવધૂમ્ર છે. જેમ અંગારાપણાને પામ્યા પહેલાનું જે બળતું ઇંધણ તે સધુમ કહેવાય-એમ દ્વેષરૂપી અગ્નિ વડે બળતું ચરણરૂપી ઇંધણ પણ સધુમ કહેવાય. માટે ભજન સંબંધી ખરાબ રસ, ગંધ અને સ્વાદથી તદ્વિષયક વ્યાકુળ ચિત્તવાળાને–એમ થાય કે અરે ! કેવું ખરાબ, કેવું કેહવાય ગયેલું, કાચું છે, મસાલા વગેરે સંસ્કાર વગરનું છે, મીઠા વગરનું છે વગેરે નિંદાનાં વશથી ધુમાડા સહિત જે ચારિત્ર તે સધૂમચારિત્ર કહેવાય છે. વેદના વગેરે છ કારણેથી ભજન કરનાર અને આતંક એટલે રેગ વગેરે છે કારણોથી ભેજન ન કરનાર, પુષ્ટ કારણ હોવાથી તીર્થંકરની આજ્ઞાનો આરાધક છે. નહીં તે રાગ વગેરે ભાવના કારણે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. (૭૩૬) ભેજનના છ કારણો - वेयण १ वेयावच्चे २ इरियट्ठाए य ३ संजमट्ठाए ४ । तह पाणवत्तियाए ५ छटुं पुण धम्मचिंताए ६ ॥७३७॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy