SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારાદ્વાર ઘાતીક રૂપ મલના પડાને દૂર કરવાની અપેક્ષાએ શુભ એટલે પ્રશસ્ત શુકલધ્યાન રૂપી પાણી વડે તે મેલને દૂર કરી, વિશુદ્ધ નિર્માલ થયેલ હાવાથી સ્નાતક કહેવાય છે. સંપૂર્ણ ઘાતીક રૂપી મેલના પડાને ધાઈ નાંખ્યા હોવાથી જાણે સ્નાન ન કરેલ હાય, તેની જેમ હાવાથી સ્નાતક કહેવાય છે, એટલે કેવળજ્ઞાની. તે સયેાગીકેવળી અને અયાગીકેવળી –એમ બે પ્રકારે છે. ૪૧૨ જે મન-વચન-કાર્યાના વ્યાપારવાળા હાય, તે સયેાગી અને જેમને મન-વચનકાયાના વ્યાપાર સર્વથા નાશ પામી ગયા છે; તે અયાગીકેવળી. (૭૨૮) આ પુલાક વગેરે નિત્ર થાનાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પન્નવાળવેય (શ. ૨૫. ઉ. ૬-સૂત્ર ૭૫૧ ) સૂત્રમાં કહેલ છત્રીસ દ્વારાના વિચાર કરેલ છે. તેમાંથી ઘણું ઉપયાગી હાવાથી અને બાકીના દ્વારાના ઉપલક્ષણથી પ્રતિસેવના નામનું દ્વાર કહે છે. मूलत्तरगुणविसया पडिसेवा सेवए पुलाए य । उत्तरगुणे बउसो सेसा पडिसेवणारहिया || ७२९ ॥ પુલાક અને કુશીલ મૂળગુણ અને ઉત્તરગુણ વિષયક પ્રતિસેવના ( અતિચાર) આચરે, બક્શ ઉત્તરગુણુમાં પ્રતિસેવના આચરે છે. બાકીનાને પ્રતિસેવના હેાતી નથી. પ્રાણાતિપાત–વિરમણ વગેરે મૂળગુણા છે અને પિડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણા હાય છે. તેની જે સેવા એટલે સમ્યગ્ આરાધના અને પ્રતિ એટલે વિપરીત, માટે પ્રતિસેવા એટલે વિરાધના. પુલાકની અને કુશીલ સાધુઓની પ્રતિસેવના મૂલગુણાની કે ઉત્તરગુણામાંથી કેાઈની પણ હેાય છે. તત્ત્વા ભાષ્યમાં કહ્યું છે કે “ પાંચ મૂળગુણેા અને છઠ્ઠું રાત્રિભેાજનવિરમણુને પરાભિયાગ (બીજાના આગ્રહથી ) કે બલાત્કારે વિરાધનાર પુલાક હેાય છે. કેટલાકને મતે તે ફક્ત મૈથુનને જ વિરાધનાર હોય છે, બીજા ત્રતા નહીં. પ્રતિસેવના કુશીલ મૂળગુણાને નહિ વિરાધતા ઉત્તરગુણામાં કંઈક વિરાધના કરે છે.” ખકુશ ઉત્તરગુણાને જ વિરાધનારા હોય છે, મૂળગુણ્ણાને વિરાધનારો હોતા નથી. બાકીના કષાય-કુશીલ, નિગ્રંથ સ્નાતક, પ્રતિસેવના વગરના છે, એટલે મૂળગુણુ, ઉત્તરગુણના અવિરાધક જ હોય છે. અહીં આગળ પુલાક વગેરેને જે મૂળગુણુ ઉત્તરગુણુ વિરાધક હોવા છતાં પણ નિગ્રંથપણુ કહ્યું છે, તે સૌંચમ સ્થાનેા જઘન્ય, જઘન્યતર, ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતર વગેરે અસંખ્ય ભેદે હોવાથી અને ચારિત્રની પરિણતિ એના આધારે હોવાથી કહ્યું છે. આ પાંચના દરેકના ચારિત્રપર્ણો પણ અનંતા છે. કહ્યું છે કે, હે ભગવંત! પુલાકના કેટલા ચારિત્રપર્યાયેા પ્રરૂપ્યા છે ?
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy