SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨. ચૌદપૂર્વના નામેા સ્વસ્વરૂપે અસ્તિરૂપે છે અને પર સ્વરૂપે નાસ્તિરૂપે છે—એ પ્રમાણે જેમાં પ્રરૂપણા કરાયેલ છે. તે અસ્તિનાસ્તિપ્રવાદ નામે ચેાથુ. પૂર્વ છે. તેના (૬૦) સાઠ લાખ પો છે. ૪૦૩ ૫. જ્ઞાનપ્રવાદ :–મતિ વગેરે પાંચે પ્રકારના જ્ઞાનાનુ` ભેદ પ્રભેદ સહિત સ્વરૂપ જેમાં વર્ણવ્યું છે, તે જ્ઞાનપ્રવાદ નામે પાંચમું પૂર્વ છે. અને તેમાં એક પદ ન્યૂન એક કરોડ પદો છે. એટલે (૯૯,૯૯,૯૯૯) નવ્વાણુ લાખ, નવ્વાણુ હજાર, નવસા નવ્વાણુંપદ પ્રમાણ છે. ૬. સત્યપ્રવાદ :–સત્ય એટલે સયમ અથવા સત્ય વચન તેના ભેદ અને એના વિરોધી પક્ષના વર્ણનવાળું સત્યપ્રવાદ નામનું છઠ્ઠું પૂર્વ છે. તેમાં એક કરાડ ને છ પદ છે. ૭. આત્મપ્રવાદ -જે પૂમાં આત્મા એટલે જીવનું અનેક નયા વડે સ્વરૂપ કહેવાયુ' છે, તે આત્મપ્રવાદ નામનું સાતમું પૂર્વ છે. તેના છત્રીસ કરોડ પદો છે. ૮. સમયપ્રવાદ :-સમય એટલે સિદ્ધાંતના, તેનાં અર્થ એટલે પદાર્થા, તેને જ અહીં કર્મરૂપે માન્યા છે. તેથી કર્મનું સ્વરૂપ જે પૂમાં કહેવાયું છે, તે સમયપ્રવાદ નામે આઠમુ પૂર્વ છે. ખીજા ગ્રંથામાં ક્રમ પ્રવાઃ–એમ પણ નામ કહ્યું છે. ત્યાં પણ જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકારના કર્મીની પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ વગેરે ભેદ અને ઉત્તર ભેદ્યાનું જેમાં વન છે. તેમાં એક કરોડ એંસી લાખ પત્ર છે. (૭૧૪) ૯. પ્રત્યાખ્યાનપ્રવાદઃ-જે પૂર્વમાં બધાયે પચ્ચક્ખાણાનું ભેદ સહિત સ્વરૂપ કહેવાયું છે, તે નવમું પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ છે. તેના ચાર્યાસી લાખ પદે છે. ૧૦. વિદ્યાનુપ્રવાદઃ-જેમાં અનેક વિદ્યાઓ, વિદ્યાના અતિશયા, સાધનાનુકૂળતા અને સિદ્ધિની શ્રેષ્ઠતા વર્ણવવામાં આવેલ છે. તે વિદ્યાનુપ્રવાદ નામે દશમું પૂર્વ છે. તેના અગ્યારકરાડ પંદર હજાર પદ્મ છે. (૭૫) ૧૧. અવય :-વંધ્ય એટલે નિષ્ફળ. અવંધ્ય એટલે સફળ. જે પૂર્વમાં બધાયે જ્ઞાન, તપ આરાધનાનાં સંચાગનું શુભ ફળના કથનપૂર્વક અને અપ્રશસ્ત પ્રમાદ વગેરેના સર્વે અશુભ ફળાનું વર્ણન છે, તે અવાય. બીજાએ કલ્યાણ એમ બીજું નામ કહે છે. એનેા પણ અર્થ આ જ છે. આ પૂર્વના પદોનું પ્રમાણ છવ્વીસ કરાડ છે. ૧૨. પ્રાણાયુ:-જેમાં જીવાન! પાંચ ઇન્દ્રિય, ત્રણ ખલ, શ્વાસેાશ્વાસ અને આયુષ્યરૂપ પ્રાણાનુ' અનેક પ્રકારે વર્ણન છે. તે પ્રાણાયુ નામનું બારમું પૂર્વ છે. એમાં એક કરાડ છપ્પન લાખ પદા છે. ૧૩. ક્રિયાવિશાલઃ-જેમાં કાયિકી વગેરે ક્રિયાનું ભેદો સહિત વિસ્તારપૂર્વક વર્ણન કરેલ કરેલ છે. તે ક્રિયાવિશાલ નામે તેરમુ· પૂર્યાં છે. તેમાં નવ કરોડ પદે છે. ૧૪. બિંદુસાર :-લોક એટલે શ્રુતલેાકરૂપ જગતમાં અથવા અક્ષરના ઉપર જેમ બિંદુ હાય તેમ શ્રુતલેાકમાં સારરૂપ અને સવ અક્ષરોના સંચાગની લબ્ધિના કારણરૂપ સર્વોત્તમ જે પૂર્વ છે, તે લેાક બિંદુસાર. તેના સાડાબાર કરાડ પત્તુ છે. (૭૧૧થી૭૧૭)
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy