SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦. ઉપશમશ્રેણી ૩૮૫ સાકાર ઉપગવાળે, અંતાકોડાકોડી સાગરોપમની સ્થિતિ સત્તાવાળે, કરણુકાળના પહેલા અંતમુહૂર્ત સુધી સતત વિશુદ્ધમાન ચિત્તવાળો હોય છે, અને આવા પ્રકારના ચિત્તવાળ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ જ બાંધે છે. પણ અશુભ પ્રકૃતિઓ બાંધત નથી. અને અશુભકર્મોના રસની અનંતગુણી હાનિ કરે છે અને શુભ પ્રકૃતિના રસની અનંતગુણ વૃદ્ધિ કરે છે. સ્થિતિબંધમાં પણ છે જે સ્થિતિ પૂર્ણ થતી જાય ત્યારે બીજા સ્થિતિબંધને પૂર્વ–પૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પાપમના અસંખ્યાતભાગ હીન કરે છે. અંતમુહૂર્ત પૂરી થયા પછી ક્રમસર યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામ અતં મુહૂર્ત કાળવાળા ત્રણ કરણે કરે છે. ચોથો તે ઉપશાન્તઅદ્ધાનો કાળ છે. યથાપ્રવૃત્તકરણ આદિ તે સંપૂર્ણપણે કર્મ પ્રકૃતિ ગ્રંથમાંથી જાણવા. અનિવૃત્તિકરણદ્ધાનો સંખ્યાત ભાગ ગયા પછી, એક ભાગ બાકી રહે, ત્યારે અનંતાનુબંધીની નીચેની આવલિકા માત્ર સ્થિતિ છોડી, અંતમુહૂર્ત પ્રમાણનું અંતઃકરણ અંતમુહૂર્ત કાળમાં કરે છે. અને અંતરકરણના દલિકને ઉખેડી ઉખેડીને બંધાતી પરપ્રકૃતિમાં નાંખે છે અને એક આવલિકારૂપ પ્રથમ સ્થિતિના દલિકને સ્તિબુક સંક્રમ વડે ભેગવાતી પરપ્રકૃતિઓમાં નાંખે છે. અંતરકરણ કર્યા બાદ બીજા સમયે અનંતાનુબંધીની ઉપરની સ્થિતિના દલિકને ઉપશમાવવાનો આરંભ કરે છે. તે આ પ્રમાણે પહેલા સમયે થોડું, બીજા સમયે તેથી અસંખ્યાતગુણ, ત્રીજા સમયે તેનાથી અસંખ્યાતગુણ–એ પ્રમાણે અંતર્મુહૂર્ત કાળમાં દરેક સમયે કમસર અસંખ્યાતગુણ અસખ્ય ગુણ ઉપશમવાળા અનંતાનુબંધીનો સંપૂર્ણ ઉપશમ થાય છે. ઉપશમ પામેલી પ્રકૃતિ એટલે કે ધૂળના ઢગલાને પાણી વડે સિચી–સિંચી, ધોકા વગેરે વડે ટીપી ટીપી અતિ કઠણ કરે, તેમ કર્મરૂપી ધૂળને પણ વિશુદ્ધિરૂપી પાણી વડે સિંચી-સિચી અનિવૃત્તિકરણરૂપ ધેકાવડે ટીપી ટીપી એવી કરે કે જેથી સંક્રમણ, ઉદય, ઉદીરણા, નિદ્ધત્ત, નિકાચના વગેરે કરણને અગ્ય થાય એટલે કે ઈપણ કરણ ન લાગે. બીજા આચાર્યો તે અનંતાનુબંધીની ઉપશમના માનતા નથી. પરંતુ વિસંયેજના કે ક્ષપણું થાય એમ કહે છે અને તે પહેલા કહી ગયા છીએ. દર્શનવિકની ઉપશમના કહે છે– સંયમમાં રહેલ, ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિવંત અંતમુહૂર્ત કાળમાં દર્શનત્રિકને ઉપશમાવે છે અને ઉપશમાવીને પૂર્વોક્ત ત્રણ કરણે કરી વિશુદ્ધિથી વધતા અનિવૃત્તિકરણ અદ્ધાના સંખ્યાતા ભાગ ગયાબાદ અંતરકરણ કરે છે. અને તે અંતરકરણ કરતાં-કરતાં સમ્યક્ત્વમેહનીયની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણની સ્થાપે છે. અને મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીયની આવલિકા પ્રમાણ સ્થાપે છે. ત્રણેના દલિકને ખોદી- ખોદીને સમકિત મેહનીયની પ્રથમ સ્થિતિમાં નાખે ૪૯
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy