SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪. બાવીશ પરિષહ ३६८ ૩. શીત-શીત એટલે ઠંડે સ્પર્શ, તેને સહન કરવું તે, શીત પરિષહ છે. ઘણી ઠંડી પડતી હોય ત્યારે પોતાની પાસે જુના વસ્ત્રો હોય અને ઓઢવાનું સાધન ન હોય છતાં પણ અકલ્પ્ય વાને ગ્રહણ ન કરે. ઠંડીથી બચવા માટે આગોક્ત વિધિપૂર્વક એષણીય વને જ ગ્રહણ કરે અને વાપરે. પરંતુ શીતથી પીડિત થઈ અગ્નિ ન સળગાવે. બીજા સળગાવેલ અગ્નિ ન વાપરે. આ પ્રમાણે રહેવાથી શીત પરિષહને જય કર્યો કહેવાય. ૪. ઉષ્ણ-ઉનાળા વગેરે તાપ અને તે તાપથી તપેલી શિલા વગેરેનો જે પરિષહ, તે ઉણપરિષહ. ગરમીથી તપેલ હોય તે પણ પાણીમાં ડૂબકી મારવાનું કે નહાવાનું, પંખાની હવા વગેરેને ઇરછે નહીં. તડકાથી બચવા માટે છત્ર વગેરે ન લે પરંતુ પડતા તડકાને સારી રીતે સહન કરે. આ પ્રમાણે વર્તતાં ઉષ્ણુ પરિષહ જ કહેવાય. ૫. દંશ – ડંખ મારે એટલે કે ખાય, તે ડાંસ, મચ્છર, માખી, માંકડ, જ વગેરે સુજતુઓ. તેનો જે પરિષહ, તે દેશપરિષહ મછર, માખી વગેરે ડંખ મારે તે પણ તે સ્થાનથી હટે નહીં કે ડાંસ વગેરેને હટાવવા માટે ધૂમાડા વગેરેથી પ્રયત્ન ન કરે. પંખા વગેરે દ્વારા તેને દૂર ન કરે. એ પ્રમાણે દેશપરિષહ જય કર્યો કહેવાય. એ પ્રમાણે બીજા પરિષહમાં પરિષહજય સમજ. ૬. અચેલ –ચેલ એટલે વસ્ત્ર, તેનો જે અભાવ તે અચેલ. તે જિનકલિપ વગેરે મુનિઓને હોય છે. બીજા મુનિઓને તે ફાટેલું, કાણાવાળું, સેંઘું વસ્ત્ર પણ અચેલક રૂપે કહેવાય છે. જેમ ખરાબ શીલ હોય તે અશીલપણું કહેવાય તેમ-અપ મૂલ્યવાળા અને જીર્ણવ હોવા છતાં તેને અચલ કહેવાય. તે અને જે પરિષહ તે અલપરિષહ. સોંઘુ ખંડિત અને મલિન વસ્ત્ર વાપરે. તેવા પ્રકારનું વસ્ત્ર ન હોય, તે “મારી પાસે પહેલા લીધેલ વસ્ત્ર નથી. અત્યારે વસ્ત્ર વહરાવનાર દાતા નથી–એમ દીનતા ન થાય. બીજું વસ્ત્ર મળવાની સંભાવનાથી આનંદિત ન થાય. ૭. અરતિઃ-સંયમ વિષયક રમણતારૂપ જે ઘતિ તે રતિ. તેનાથી વિપરીત અરતિ. તે અરતિને જે પરિષહ તે અરતિપરિષહ. વિહારમાં કે સ્થિરતામાં જે અતિ ઉત્પન્ન થાય, ત્યારે સમ્યગધર્મરૂપ બાગમાં જ ૨મણુતા કરવી. એટલે ધર્મ આરાધના કરવી. ૮. સ્ત્રી શ્રી વિષયક રાગના કારણરૂપ તેની ગતિ. વિભ્રમ, ઇગિતાકાર, જોઈને ચામડી લેહી, માંસ, મેદ, સ્નાયુ, હાડકા, નસો તથા ઘાથી દુગધી એવા સ્તન, આંખ, જઘન, મુખ, પેટ, સાથળ વગેરે પર મોહિત થયેલ એ વ્યક્તિ રૂપ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy