SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦. દંડપંચક ૩૬૩ વિષ્ટિ-કેઈ હલકા ગામ વગેરેમાં ચાર વગેરેથી રક્ષા માટે જેનાથી ઉપાશ્રયનું બારણું ઠોકે, જે ઠોકવાનો અવાજ સાંભળી એર કૂતરા વગેરે નાસી જાય, તે માટે વિષ્ટિદંડ. દડ –ઋતુબદ્ધ કાળમાં ભિક્ષા ફરતી વખતે દંડ લેવાય છે. તેનાથી ગુસ્સે થયેલા મનુષ્ય, દ્વિપદ, ગાય, ઘોડા વગેરે ચતુષ્પદે તથા શરભ વગેરે ઘણું પગવાળાને અટકાવી શકાય. અને દુર્ગ (કિલ્લા) સ્થાનમાં વાઘ, ચેર વગેરેના ભય વખતે શસ્ત્રનું કામ કરે અને વૃદ્ધ પુરુષોને ટેકારૂપે પણ થાય છે. વિદડ:-વર્ષાઋતુમાં વિદંડક લેવાય છે. જે દંડથી નાનો હોય છે. તેથી કપડા (૫)ની અંદર રાખી સુખપૂર્વક લઈ જવાય છે. અને અપકાય (પાણી)ને અડતા નથી. (૬૭૦-૬૭૩) विसमाइ बुद्धमाणाई दस य पव्वाई एगवनाई । दंडेसु अपोल्लाई सुहाई सेसाई असुहाई ॥६७४।। વધતા પ્રમાણુવાળી, વિષમ સંખ્યાવાળી ગાંઠ તથા દશ પર્વો (ગાંઠ) વાળા, એકવવાળા, પિલા નહીં એવા દાંડા શુભ છે. બાકીના દાંડા અશુભ છે. આ દડોનું શુભાશુભ સ્વરૂપ પ્રતિપાદન કરે છે. ઉપરોક્ત પાંચ દંડમાં ગાંઠ એકી સંખ્યા જોઈએ. એટલે એક, ત્રણ, પાંચ, સાત, નવ તથા દશ સંખ્યા પણ શુભ છે. તે ગાંઠ ઉત્તરોત્તર વધતા પ્રમાણવાળી, એક વર્ણવાળી હોય, પણ ભિન્ન રંગની તથા પોલી ન હોય પણ નકકર હોય. આવા પ્રકારના લક્ષણવાળા પર્વો એટલે ગાંઠો યુક્ત સ્નિગ્ધ (સુંવાળા-ચીકાશવાળો), ગોળ દંડ યતિજને માટે પ્રશસ્ત એટલે શુભકારી છે. બાકીના એટલે ઉપરોક્ત લક્ષણથી વિપરીત સ્વરૂપવાળા પર્વે અશુભ છે. એક વગેરે પર્વોનું શુભાશુભ ફલ ઘનિર્યુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે. એક પર્વવાળો પ્રશંસનીય છે, બે પર્વ કલહકારી છે, ત્રણ પર્વ લાભકારી છે, ચારપર્વ મારણાંતિક છે, પાંચ પર્વવાળી યષ્ટિ માર્ગમાં કલહ નિવારિણી છે, છ પર્વવાળી આતંકકારી, સાત પર્વવાળી નિરોગકારી, આઠ પર્વ અસંપકારી, નવ પર્વવાળી યશકારીણી, દશપેવીં યષ્ટિ સર્વ સંપનૂકરી છે. (૬૭૪) ૮૧. તૃણુ પંચક तणपणगं पुण भणियं जिणेहि जियरागदोसमोहेहि । साली १ वी हिय २ कोदव ३ रालय ४ रने तणाई च ५ ॥६७५॥ રાગ, દ્વેષ, મોહને જીતનારા જિનેશ્વરીએ. ૧. કલમ શાલિ વગેરેનું શાલિપરૂ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy