SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭. અસ્થિતક૯૫ ૩પ૭ દ્વારા ઉપકાર ન થાય. અથવા બીજા દેશમાં રહેલા સુવિહિતજન એટલે મહાત્માઓને વંદન, પૂજા વગેરે ઉપચાર ન થાય. અથવા લોકે પાસેથી વંદનાદિ ઉપચાર ન મળે. અથવા સુવિહિતજન એટલે મહાત્માઓએ આચરેલ વ્યવહાર પાળે ન કહેવાય. વિવિધ દેશમાં વિચરતા તે દેશમાં ચાલતા વિચિત્ર લેક લોકોત્તર વ્યવહારનું જ્ઞાન ન થાય. તથા આગમમાં કહેલ અર્થોનું પાલન ન કરવારૂપ આજ્ઞાની વિરાધના કરી કહેવાય. કેમકે આગમમાં કહ્યું છે કે, * મુળમાણ વં અમો સુત્તરિ થિ વિશે” સૂત્રમાં માસક૫ છોડી બીજો વિહાર કહ્યો નથી. ઉપરોક્ત દોષ માસ કલ્પને વિહાર ન સ્વીકારવાના કારણે થાય છે. ક્યારેક દુકાળ આદિ સમયે કાળ દેષથી, સંયમને પ્રતિકૂળ એવા ક્ષેત્રના દેવથી કે શરીરને પ્રતિકૂળ ભેજન વગેરે પ્રાપ્તિ વગેરે દ્રવ્ય દોષ તથા ગ્લાન પણાના કારણે કે જ્ઞાન હાનિ વગેરેના કારણે જે બહિવૃત્તિ વડે માસક૯પ ન કરાય, તે પણ ભાવથી વસતિ, સંથારે વગેરે બદલવાપૂર્વક અવશ્ય માસકલ્પ કરાય છે. માટે અવસ્થિત કહ્યું છે કે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિનાં કારણે આ નિયમ ન પળાય તે ભાવથી સંથારાની જગ્યા વગેરે બદલવાપૂર્વક અવશ્ય પાળ. મધ્યમ જિનના સાધુઓને આ કલ્પ અનવસ્થિત છે. કારણ કે તેઓ જુ-પ્રાસ હેવાથી એક જગ્યાએ માસથી વધારે રહેવા છતાં પૂર્વોક્ત દેને સંભવ નથી. કહ્યું છે કે, મધ્યમ જિનના સાધુઓ જે દે ન હોય તે પૂર્વ કેડ વર્ષ સુધી એક જગ્યાએ રહે અને જીવ જતુ તથા કાદવ વગરની વિહાર ભૂમિ હેય, તે ચોમાસામાં પણ વિચરે છે. નાનું પણ કારણ હોય, તે માસકપ પૂરું થયા પહેલા વર્ષાઋતુમાં પણ વિહાર કરી જાય છે. આ પ્રમાણે મહાવિદેહક્ષેત્રમાં તથા જિનકલ્પિકને પણ હોય છે. (૬૫૬) पज्जोसवणाकप्पो एवं पुरिमे यराइभेएण । उक्कोसेयरभेओ सो नवरं होइ विन्नेओ ॥६५७॥ પહેલા છેલ્લા અને મધ્યમ જિનના ભેદથી પર્યુષણકપ પણ ઉપરોક્ત માસકપ જે જ જાણવો. તે ફક્ત ઉત્કૃષ્ટ અને જઘન્ય ભેદથી બે પ્રકારે જાણુ. હવે પર્યુષણકલ્પની વ્યાખ્યા કરે છે. પરિ એટલે સર્વથા, ઉષણ એટલે રહેવું, એક જ સ્થાને રહેવું તે પર્યુષણા. તે રૂપ જે કલ્પ તે પર્યુષણક૫. તેની અંદર ઉદરી કરવી, 'નવ વિગઈને ત્યાગ કર, પીઠ, પાટીયા, સંથારા ૧. વર્ષાઋતુમાં એક વિગઈથી વધુ ન વાપરવી.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy