SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ પ્રવચનસારે દ્ધાર असणाइचउक्कं वत्थपत्तकंबलयपायपुंछणए । निवपिंडंमि न कापति पुरिमअंतिमजिणजईणं ॥५५॥ . - પહેલા અને છેલા જિનના સાધુઓને રાજપિંડમાં અશનાદિ ચાર વસુ, પાત્ર, કંબલ અને પાદ પંછનક ખપતું નથી. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચાર પ્રકારને આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપકનક આ આઠ વસ્તુઓ ચક્રવર્તી વગેરે રાજાઓની માલીકીની રાજપિંડમાં ગણાય છે. તે પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને અનેક દોષનું કારણ હોવાથી ખપતી નથી. તે દેશે આ પ્રમાણે છે. રાજકુલમાં ભિક્ષા જતા સાધુઓને સતત ઘણું રાજદ્વારી માણસે આવતાં જતાં ધકા–મુક્કીથી અથવા અમંગલની બુદ્ધિથી પાત્રા ભાગે કે દેહ ઘાત કરે વગેરે ઉપૃદ્ર થવાનો સંભવ છે. ચોર, ગુપ્તચર, હત્યારા વગેરેના શકથી રાજાને કેપ થવાથી કુલ, ગણ કે સંઘને ઉપઘાત થાય, લેકમાં નિંદા થાય. કે “નિંદનીય રાજપિંડ પણ આ લેકે છોડતા નથી.” રાજપિંડની નિંદનીયતાં સ્મૃતિ આદિ ગ્રંથકારોએ આ પ્રમાણે કહી છે. - “હે યુધિષ્ઠિર ! રાજપિંડથી દગ્ધ (પૃદ્ધ) બ્રાહ્મણને ભીંજાઈ ગયેલ (બળી ગયેલા) બીજેની જેમ પુનર્જન્મ હોતું નથી.” મધ્યમજિનના સાધુઓને રાજપિંડ તેઓ ઋજુ-પ્રાજ્ઞ હેવાથી અને વિશેષ પ્રકારે ઉપરોક્ત દોષોને અપ્રમત્તપણે ત્યાગ કરવા સમર્થ હોવાથી ખપે છે. જ્યારે બીજા સાધુઓ ઋજુ-જડ અને વક્ર-જડ હાવથી ઋજુ-પ્રાજ્ઞની જેમ દોષનો ત્યાગ કરતા નથી. (૬૫૫) . पुरिमेयरतित्थकराण मासकप्पो ठिओ विणिट्ठिो । मज्झिमगाण जिणाणं अट्ठियओ एस विष्णेओ ॥६५६॥ પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને માસ કહ૫ સ્થિત કહેલ છે. અને મધ્યમ જિનના સાધુઓને માસ ક૫ અસ્થિત કહેલ છે. પહેલા અને છેલ્લા જિનના સાધુઓને માસ કલ્પ એટલે એક જ જગ્યાએ એક મહિના સુધી સ્થિર થવા રૂપ જે આચાર, તે અવસ્થિત કપ રૂપ કહેલ છે. કારણ કે તેમને માસ કલ્પના અભાવે અનેક દેને સંભવ છે. કહ્યું છે કે પ્રતિબંધ (રાગ) થાય, લઘુતા થાય, લોકપકાર ન થાય, દેશ વિદેશનું જ્ઞાન ન થાય, આજ્ઞાનું આરાધન ન થાય- આ દેશે વિહાર ન કરવાથી થાય છે. શય્યા, શય્યાતર વગેરે વસ્તુઓમાં આસક્તિ થાય તથા લઘુતા થાય કે “આ સાધુ પિતાનું ઘર છોડી બીજાના ઘરોમાં આસક્ત થયા–એ પ્રમાણે (લેકનિંદા) થાય તથા જનેપકાર ન થાય. એટલે જુદા જુદા દેશમાં રહેલા ભવ્ય જનને ઉપદેશ આપવા
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy