SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ પ્રવચનસારોદ્ધાર ૪. અભ્યસ્થાન અને દ્વાદશાવત–એમ બંને પ્રકારનું વંદન સાધુઓને અને સાદવીઓએ પર્યાય વૃદ્ધિ અનુસાર કરવું. સાદવીઓ પર્યાય યેઠા હોય તે પણ આજના દીક્ષિત સાધુને વંદન કરે પણ સાધુ વંદન ન કરે. કેમકે ધર્મ પુરુષ પ્રધાન છે અને તેમાં અનેક દેને સંભવ છે. તે આ પ્રમાણે “સ્ત્રી તુરછ હોવાથી તેને ગર્વ થાય, સાધુને પરાભવ કરવામાં શંકા ન કરે. બીજા પણ કેમલ વચન વડે અપહરણ કરવામાં શક્ય હોવાથી સ્ત્રીઓમાં દો થાય છે.” –આ આચાર સ્થાનો બધા સાધુઓને હંમેશા હોવાથી સ્થિત કલ્પ છે. (૬૫૦) ૭૭. અસ્થિતક૫ आचेलक्कु १ देसिय २ पडिक्कमणे ३ रायपिंड ४ मासेसु ५ । पज्जुसणाकप्पमि य ६ अद्वियकप्पो मुणेयव्यो ॥६५१।। અલક, ઓશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસક૫ અને પર્યુષણક૯પ-આ છ કલ્પ સતત સેવનીય ન હોવાથી મધ્યમજિનના સાધુઓને માટે અસ્થિતક૫ જાણવે. તે સાધુઓ આ કલ્પોને ક્યારેક જ પાળે છે. (૬૫૧) आचेलको धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमगाण जिणाणं होइ सचेलो अचेलो वा ॥६५२॥ અલકાપણનો ધમ પહેલા અને છેલા જિનના સાધુઓને હોય છે. મધ્યમ જિનના સાધુઓને સચેલક અને અલક-એમ બંને ધર્મ હોય છે. વસ્ત્રને અભાવ અથવા જીર્ણ અને સામાન્ય વ તે અલ. તે અચેલપૂર્વક જે ચારિત્રધર્મનું પાલન, તે આચેલા. તે આચેલક્ય ધર્મ, પૂર્વ એટલે યુગાદિ દેવ અને પશ્ચિમ એટલે મહાવીર-દેવના સાધુઓને છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. અલકે બે પ્રકારે છે. વિદ્યમાન વસ્ત્રવાળા અને અવિદ્યમાન વસ્ત્રવાળા. તેમાં તીર્થકરે, ઈન્દ્ર મહારાજે આપેલ દેવદૂષ્ય વસ્ત્ર નીકળી ગયા પછી અલક થાય છે. તીર્થકર સિવાયના સાધુએ અલ્પ મૂલ્યવાળા, સફેદ અને ખંડિત વસ્ત્રવાળા હોવાથી વસ્ત્ર હોવા છતાં પણ અચલક કહેવાય છે. લોક વ્યવહારમાં પણ વસ્ત્ર યુક્ત હોવા છતાં એમુક વસ્ત્રને જો અભાવ હોય, તે અમુક વિશિષ્ટ અર્થ (કાર્ય) સાધક ન થવાથી અસવ (અવિદ્યમાનપણાના) ભાવ વિશેષથી અચેલ એટલે વસ્ત્ર રહિતપણાને વ્યવહાર થાય છે. જેમ કેઈક સ્ત્રીએ જની સાડી પહેરી હોય, છતાં વણકરને કહે કે હું નાગી ફરૂ છું મને સાડી આપ.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy