SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬. સ્થિતકલ્પ सिज्जायरपिंडंमि य १ चाउज्जामे य २ पुरिसजेट्ठे य ३ । किsatara य करणे ४ ठिकप्पो मज्झिमाणतु ॥ ६५०॥ [ पंचाशक १७-१०] ૧. શય્યાતરપિંડ, ર. ચાર મહાવ્રત, ૩. પુરિસ-જ્યેષ્ઠ, ૪. કૃત્તિક નુ કરણ-આ મધ્યમ જિનાના સમયના સ્થિતકલ્પ છે. અહીં કલ્પ એટલે સાધુઓના આચાર (સામાચારી ). તે સામાન્યથી દશ પ્રકારે છે. ૧. આચેલકય, ૨. ઔદેશિક, ૩. શય્યાતર, ૪. રાજપિંડ, પ. કૃતિકમ, ૬. વ્રત, ૭. જ્યેષ્ઠ, ૮. પ્રતિક્રમણ, ૯. માસકલ્પ અને ૧૦. પર્યુષણાક૫. ચરમ.. આ દશ પ્રકારના આચાર સતત સેવવાના કારણે પ્રથમ અને જિનના સાધુઓને અવસ્થિતકલ્પ કહેવાય છે. મધ્યમજિનના સાધુઓને ચાર કપ સ્થિત હાવાથી અને છ કલ્પ અસ્થિત હેાવાથી દંશ કલ્પની અપેક્ષાએ અનવસ્થિતકલ્પ કહેવાય છે. કહ્યું છે કે “ સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પ આચેલય વગેરે બધાયે દશ સ્થાનામાં છે. તેમાં પહેલા સ્થિતકલ્પ ચાર પ્રકારે છે અને બીજો અસ્થિતકલ્પ છ પ્રકારે છે. મધ્યમજિનના સાધુઓને ચાર ૫ હમેશા હોવાથી અને છ કલ્પ થારેક હાવાથી સ્થિત, અસ્થિતકલ્પ એમ બે પ્રકારે હાય છે. તેઓને સ્થિતકલ્પ નીચે મુજબ છે. મધ્યમ બાવીસ જિનાના સાધુઓ અને મહાવિદેહક્ષેત્રના સાધુઓને ૧. શય્યાતરપિંડ, ર: ચાર ત્રતા, ૩. પુરુષ જ્યેષ્ઠ એટલે રત્નાધિક પુરુષ, ૪. કૃતિષ્ઠમ એટલે વદન કરવુ' તે, એ ચાર પ્રકારે સ્થિતકલ્પ છે. આના ભાવાર્થ આ પ્રમાણે છે. ૧. મધ્યમજિનના ` સાધુએ અને મહાવિદેહક્ષેત્રના સાધુએ પહેલા અને છેલ્લા જિનના સાધુની જેમ અવશ્યમેવ શય્યાતરપિંડના ત્યાગ કરે છે. ૨. પરિગ્રહ વિરમણુ વ્રતની અંતર્ગત જ મૈથુન વિરતિ વ્રત થતુ હોવાથી ચાર મહાવ્રતરૂપ ધર્મ માને છે. ૩. પહેલા અને છેલ્લા જિનના સાધુઓને મહાવ્રત આરોપણુરૂપ વડી દીક્ષાથી નાના-મોટાના ક્રમ ગણાય છે. તેમ મધ્યમજિનના બધા સાધુઓને તેા દીક્ષાના દિવસથી નાના-મોટાના ક્રમ જાણવા. ૪૫
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy