SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ પ્રવચનસારોદ્ધાર ૫. પરવિસ્મયજનન-ઈન્દ્રજાલ વગેરે કુતૂહલ વડે પ્રહેલિકા, કુહેટિકા (ઉખાણ, અંતકડી) તેવા પ્રકારના ગામડાના લેકેમાં પ્રસિદ્ધ જે રમતે કે, જેનાથી પિતે આશ્ચર્ય ન પામે પણ બીજા ભેળા જેવા લેકેને મનમાં આશ્ચર્ય પમાડે, તે પરવિસ્મયજનન. કહ્યું છે કે ઈન્દ્રજાલ તથા પ્રહેલિકાથી તેવા પ્રકારના ભેળા લેકેને આશ્ચર્ય કરાવે અને પિતે આશ્ચર્ય ન પામે, તે પરવિસ્મયજનન” (૬૪૨) ૨. દૈવકિલિબષીક ભાવના : सुयनाण १ केवलीण २ धम्मायरियाण ३ संघ ४ साहूणं । माई अवण्णवाई किग्विसिय भावणं कुणइ ॥६४३॥ ૧. શ્રુતજ્ઞાન, ૨. કેવલી, ૩, ધર્માચાર્ય, ૪. સંઘ, ૫. સાધુ વગેરેનો અવર્ણવાદ એટલે નિદા અને માયા કરનાર કિલિબલીક ભાવના કરે છે. દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાન, કેવલજ્ઞાની ધર્મોપદેશક ધર્માચાર્ય, સાધુ-સાદવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તથા સાધુઓને અવર્ણવાદ (નિદા) બેલનાર તથા પિતાની શક્તિ છુપાવવા દ્વારા માયા કરનાર દેવ કિલિબષીક ભાવના કરે છે. અવર્ણવાદ એટલે નિંદા. અસદને ખુલ્લા કરવા તે. શ્રુતજ્ઞાન અવર્ણવાદ -શ્રુત કે પૃથ્વીકાય વગેર ષડૂ જવનિકાયનું વર્ણન દશવૈકાલિકનાં ષડૂછવનિકાયઅધ્યયનમાં છે. અને તે જ વર્ણન ઘણું ખરું શસ્ત્રપરિણાધ્યયન આચારાંગમાં છે. એ પ્રમાણે પ્રાણાતિપાત વગેરે વ્રત પણ વારંવાર તે તે સૂત્રોમાં કહ્યા છે. તથા તે જ મદ્ય વગેરે પ્રમાદો અને એના વિરોધી અપ્રમાદે વારંવાર તે તે સૂત્રોમાં કહે છે. પણ બીજુ કંઈ વધારે કહેતા નથી એટલે શાસ્ત્રો પુનરુક્ત દોષવાળા છે. બીજું મેક્ષ માટે જે ધર્મ કરવાનું છે, તે પછી સૂર્ય પ્રાપ્તિ વગેરે જોતિષશાસ્ત્રના ગ્રંથની શી જરૂર છે? તથા મોક્ષ માટે જ પ્રયત્ન કરનારા સાધુઓને નિપ્રાભત વગેરે ગ્રંથની શી જરૂર છે? કારણ કે જ્યોતિષશાસ્ત્ર નિપ્રાભત વગેરે સંસારના કારણરૂપ છે. કહ્યું છે કે “તે જ છ કાયે, તે જ વતે, તે જ પ્રમાદ અને અપ્રમાદે કહ્યા છે. મેક્ષાધિકારીએને જ્યોતિષશાસ્ત્ર અને નિપ્રાભૂત વગેરેથી શું કાર્ય છે? ૨. મેવલિ અવર્ણવાદ – શું કેવલિઓને જ્ઞાન-દર્શનનો ઉપગ કમિક હોય છે કે એક સાથે હોય છે? જે કમસર હોય-એ પક્ષ સ્વીકારીએ તે જ્ઞાનના સમયે દર્શન ન હોય અને દર્શનના સમયે જ્ઞાન ન હોય, બંને એક બીજાને આવરનારા થાય છે. હવે જે “એકી સાથે હોય-એમ બીજા પક્ષ સ્વીકારીએ તે તે પણ બરાબર નથી. કારણ કે એક જ કાળ હોવાથી બંનેને એકરૂપ હોવાની આપત્તિ આવશે. જ્ઞાન-દર્શન ભિન્ન છે –એમ નહીં રહે. કહ્યું છે કે એકાંતરે જ્ઞાન દર્શનની ઉત્પત્તિ માને તે બંનેને અ ન્ય આવરણપણને દેષ આવે છે. હવે એક જ કાળે કેવલજ્ઞાન-દર્શન માને તે બંનેનું એકરૂપ થવાને પ્રસંગ આવશે.” *
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy