SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ ૭૨. પચીસ અશુભ ભાવના ૧. કંદર્પ ભાવના :कंदप्पे १ कुक्कुइए २ दोसीलत्ते य ३ हासकरणे ४ य । परविम्हियजणणेऽवि य ५ कंदप्पोऽणेगहा तह य ॥६४२॥ ૧. કંદ૫, ૨. કીકુ, ૩. દુશીલત્વ, ૪. હાસ્યકરણ, પ. પરવિસ્મયજનના તથા કંદર્પ અનેક પ્રકારે પણ છે. ૧. કંદર્પ એટલે ઊંચા સ્વરે હસવું, પરસ્પર મશ્કરી કરવી. ગુરુ વગેરેની સાથે નિષ્ફરતાપૂર્વક વક્રોક્તિ વગેરે સ્વછંદતાપૂર્વક બેલવું, કામ કથાઓ કરવી, આમ કર, આમ કર-એ પ્રમાણે કહેવા દ્વારા કામપદેશ કરવો, તથા કામવિષયક પ્રશંસા કરવી. આ બધું કંદર્પના વિષયમાં ગણાય છે. કહ્યું છે કે, ખડખડાટ હસવું, સ્પષ્ટપણે નહીં પણ ટેણ રૂપે બોલવું, કામકથાઓ કરવી, કામપદેશ આપે અને કામ પ્રશંસા કરવી, તે કંદર્પ કહેવાય. ૨. કુકુચ એટલે ભાંડચેષ્ટા. તેને જે ભાવ તે કૌમુત્ર્ય. તે બે પ્રકારે છે. કાયકૌમુગ્ય અને વાકૌમુત્ર્ય. આ કાયકીકુચ્ચ એટલે જે પિતે હસ્યા વગર જ ભ્રમર, આંખ વગેરે શરીરના અવય વડે એવી ચેષ્ટાઓ કરે કે જેથી બીજાને હસાવે. કહ્યું છે, કે ભ્રમર, આંખ, મેટું, હોઠ, હાથ, પગ, કાન વગેરે વડે એવી એવી ચેષ્ટા કરે કે પોતે હસ્યા વગર બીજાઓ હસે. વાકૌમુશ્યમાં જે હાસ્યપ્રધાન વચનેથી જુદા જુદા ના અવાજ, મોઢાથી વાજિંત્રના અવાજ કરીને જે બીજાને હસાવે, તે વાફેકૌમુશ્ય. કહ્યું છે, કે વાણીકકુણ્ય તે કે છે, જેના વડે બીજાઓ હસે. જુદા જુદા ના રૂદનના અવાજો કાઢે તથા મુખેથી વાજિંત્રના અવાજ કાઢે. ૩. દુશીલત્વ એટલે દુરાચારી સ્વભાવવાળો તે દુશીલ. તેનો જે ભાવ તે દુ:શીલત્વ. જે સંભ્રમ અને આવેશના કારણે વિચાર્યા વગર જલદી જલદી બોલે, જે શરદઋતુના મદોન્મત્ત બળદની જેમ જલ્દી જલદી ચાલે, જે બધી જગ્યાએ વિચાર્યા વગર કામ જલદી જલ્દી કરે, જે સ્વભાવ સ્થિત હોવા છતાં પણ તીવ્ર આકુળતાના વશથી અભિમાનના કારણે જાણે ફૂટ ન હોય, તેમ ફૂટે છે. આ દુશીલપણું કહેવાય. કહ્યું છે, કે જે જલ્દી જલદી બોલે છે. જે શરદઋતુના મદોન્મત્ત બળદની જેમ જલદી જલ્દી ચાલે છે. બધું જલ્દી જલ્દી કરે. સ્વભાવ સ્થિત હોવા છતાં પણ અભિમાનથી ફાટી પડે છે. ૪. હાસ્યકારણુ-ભાંડની જેમ બીજાના છિદ્ર, બીજાનો વિરૂ૫ વેષ, ભાલા વગેરે વિષયે સતત શોધીને વિચિત્ર પ્રકારના તેવા જ વેષ ભાષા વગેરેનું અનુકરણ કરીને, જે જેનારને તથા પોતાને હાસ્ય કરાવે, (હસાવે) તે હાસ્ય કારણ છે. ૪૪
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy