SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ ૬૯૮ યથાલંદિક કલ્પ તથા અપ્રમત્તતાયુક્ત અને નિપ્રતિકર્મ શરીરવાળા એટલે શરીરની સાર સંભાળ વગરના હોવાથી શરીરની બીજી શુશ્રુષા તે બાજુ પર રહો. પણ આંખનો મેલ પણ દૂર કરતા નથી. સ્થવિરકલ્પી યથાલદિક અશક્ત વ્યાધિના કારણે કલ્પને ન કરી શકે તે પોતાના સાધુને ગચ્છવાસી સાધુ સમૂહ સેંપી દે અને તેને સ્થાને પોતાના પાંચ સાધુની સંખ્યા પૂર્તિ માટે બીજા વિશિષ્ટ ધતિ સંઘયણ વગેરે યુક્ત મુનિને પોતાના કલ્પમાં પ્રવેશ આપે છે. તે ગચ્છવાસી સાધુઓ પણ તે અશક્ત સાધુની નિર્દોષ પ્રાસુક અન્ન પાણી વગેરે દ્વારા બધીયે સેવા કરે. (૬૨૩-૬૨૪) एकेक्कपडिग्गहगा सप्पाउरणा भवंति थेरा उ । जे पुण सिं जिणकप्पे भयएसि वत्थपायाइं ॥६२५।। દરેક સ્થવિરકલ્પી યથાસંદિકેની પાસે એક એક પાત્ર હોય છે તથા વસ્ત્રધારી હોય છે. અને જિનકલ્પીક્યથાલંદિકે વસ, પાત્રમાં વસ્ત્રધારી પણ હોય અને નિર્વસ્ત્રી પણ હોય. પાત્રધારી પણ હોય અને કરપાત્રી પણ હોય. ભાવિજિનકપની અપેક્ષાએ કેટલાકને વસ્ત્ર, પાત્રરૂપ ઉપકરણ હોય અને કેટલાકને ન પણ હોય. (૬૨૫) गणमाणओ जहण्णा तिण्णि गणा सयग्गसो य उक्कोसा । पुरिसपमाणे पनरस सहस्ससो चेव उक्कोसा ॥६२६॥ - હવે સામાન્યથી યથાર્લાદિકનું પ્રમાણ કહે છે. ગણ પ્રમાણથી એટલે ગણને આશ્રયિ. જઘન્યથી ત્રણ ગણું પ્રતિપદ્યમાનક એટલે સ્વીકારનારની અપેક્ષાઓ હોય છે. અને ઉત્કૃષ્ટથી શતપૃથફત્વ પ્રમાણ ગણુ હોય છે. પુરુષ પ્રમાણને વિષે જઘન્યથી પ્રતિપદ્યમાનક એટલે સ્વીકારનાર પંદર પુરુષ હોય છે. તે આ પ્રમાણે પાંચ જણને એક ગણ આ કલ્પ સ્વીકારે. અને જઘન્યથી ત્રણ ગણું સ્વીકારે. એટલે પાંચને ત્રણે ગુણતા પંદર થાય. ઉત્કૃષ્ટથી પુરુષ સહસ્ત્ર પૃથહત્વ પ્રમાણ હોય છે. (૬૨૬) पडिवज्जमाणगा वा एक्काइ हवेज्ज ऊणपक्खेवे । होंति जहणा एए सयग्गसो चेव उक्कोसा ॥६२७॥ પુરુષ પ્રમાણ આશ્રયિ જે વિશેષતા છે, તે કહે છે. પ્રતિપદ્યમાન કે ગણમાં ઓછા થયેલા હોય તેની પૂર્તિ માટે જઘન્યથી એક વગેરે પણ પુરુષ હોય છે. યથાસંદિક કલ્પમાં પાંચ મુનિરૂપ ગચ્છા હોય છે. તેમાં જ્યારે ગ્લાન (બિમારી) વગેરેના કારણે ગછમાં સાધુને સોંપવાથી ગણમાં ઓછા થયેલ સાધુની પૂર્તિ માટે એક વગેરે સાધુને
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy