SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ ૬૬. ચરણ સિત્તરી ત્રણ દંડવિરતિ-જે ચારિત્રરૂપી ઐશ્વર્ય લુંટીને અસાર બનાવે તે દંડ અશુભ, મન-વચન-કાયાની જે ક્રિયારૂપ ત્રણદંડની વિરતિ એટલે અશુભ પ્રવૃત્તિને નિરોધ તે. આ સત્તર પ્રકારનો સંયમ થાય છે. (૫૫૪) ૨. સંયમ – पुढवी दग अगणि मारूय वणस्सइ५ बि ६ ति ७ चउ ८ पणिदि ९ अज्जीवे १० । पेहु ११ प्पेह १२ पमज्जण १३ परिठवण १४ मणो १५ वई १६ काए १७ ॥५५५।। પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય, પંચેંદ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાજના, પરિસ્થાપના, મન-વચનઅને કાયા–એમ સત્તર પ્રકારને સંયમ છે. બીજી રીતે પણ સંયમ સત્તર પ્રકારે છે. (૧–૯) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઇદ્રિય, ચૌરિદ્રિય અને પંચેન્દ્રિયરૂપ નવ પ્રકારના જીનો મન-વચન-કાયા દ્વારા આરંભ-સમારંભ–સંરંભ કરવા, કરાવવા અને અનુમતિનો ત્યાગ એ નવ પ્રકારનો જીવ સંયમ છે. કહ્યું છે કે જીવહિંસાનો સંકલ્પ કરવો તે સંરંભ. પરિતાપ કરે તે સમારંભ અને ઉપદ્રવ કરવો તેઆરંભ. ૧૦. નિશ્ચયનયથી તે દરેક ક્રિયામાં ત્રણ પ્રકારનો અસંયમ આવે છે. દુષ્મા વગેરે કાળનાં પ્રભાવે તેવા પ્રકારની બુદ્ધિ, આયુષ્ય, સંવેગ, ઉદ્યમ, બેલ વગેરેની હીનતાના કારણે વર્તમાન કાલિન શિષ્યના ઉપકાર માટે પ્રતિલેખના–પ્રમાર્જન અને જયણાપૂર્વક પુસ્તક વગેરે રાખે તે અજીવસંયમ છે. - ૧૧. પ્રેક્ષાસંયમ એટલે આંખવડે જોઈ બીજ, વનસ્પતિ, જીવજંતુનાં સંપર્કથી રહિત સ્થાનને છોડી, શયન આસન, ચાલવું વગેરે કરવું તે પ્રેક્ષાસંયમ. ૧૨. ઉપેક્ષા સંયમ–પાપવ્યાપાર કરતા ગૃહસ્થની ઉપેક્ષા કરવી. પણ આ ગામની ચિતા વગેરેનો ઉપયોગ કરે, વગેરેનો ઉપદેશ ન આપે. અથવા સંયમમાં સીદાતા સાધુને પ્રેરણા કરવી તે પ્રેક્ષાસંયમ, અને પાસસ્થા વગેરે નિર્વસ પરિણામી સાધુની પ્રત્યુપેક્ષણારૂપ વ્યાપારની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાસંયમ. ૧૩. જોયેલી શુદ્ધ ભૂમિ, વસ્ત્ર, પાત્ર વગેરેને રજોહરણથી પ્રમાઈને શયન-આસનને લેવા મૂકવા વગેરે કરતે અને કાળી માટીના પ્રદેશમાંથી પીળીભૂમિના પ્રદેશમાં જતા સચિત્ત-અચિત્ત–મિશ્ર રજથી ખરડાયેલ પગ વગેરેને એઘાથી ગૃહસ્થ ન જુએ એ રીતે પ્રમાજે, ગૃહસ્થ જુએ તે ન પ્રમાજે આ પ્રમાણે કરે, તે પ્રમાર્જના સંયમ થાય છે. કહ્યું છે કે સાગરિક એટલે ગૃહસ્થ હોય, ત્યારે પગને ન પ્રમાજે તે સંયમ છે અને ગૃહસ્થ ન હોય ત્યારે પગ પ્રમાજે તે સંયમ છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy