SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રવચનસારોદ્ધાર અન્તનિર્વસની કમ્મરના ઉપરના ભાગથી લઈ અડધી જાંઘ સુધીની હોય છે. તે પહેરતી વખતે કંઇક ફિટ રખાય છે. કેમકે ફીટ કરવાથી લોકોમાં મશ્કરી ન થાય. ઉપર કમ્મરથી શરૂ કરીને નીચે પગની ગુફ સુધી નીચેનો ભાગ ખુલ્લે રખાય છે. અને ઉપર કમ્મરમાં દર બંધાય છે. તે બહિનિર્વસની. તે અત્યારે સાડા તરીકે પ્રચલિત છે. (૫૩૪) छाएइ अणुकुइए उरोरुहे कंचुओ असिब्धियओ। एमेव य ओकच्छिय सा नवरं दाहिणे पासे ।। ५३५ ॥ સીવ્યા વગરનો અને કંઇક હીલે સ્તનને ઢાંકે તે કંચુક. એ જ પ્રમાણે જમણું પડખેથી ઉપકક્ષિકા પણ પહેરે. (૫૩૫) (૭) કંચુક: શરીરની નીચેના ભાગના છ ઉપકરણો કહ્યા હવે શરીરની ઉપરના ઉપકરણે કહે છે. પોતાના હાથે અઢી હાથ લાંબો અને એક હાથ પહોળો અથવા પોતપોતાના શરીર પ્રમાણ પહોળાઈવાળો, સીવ્યા વગર અને બંને પડખેદોરીથી બાંધેલ, કાપાલિકનાં કંચવા જેવો કંચુ કરે જે સ્તનને ઢાંકનારે થાય. અને તે કંચુ શેડો ઢીલ રાખે જેથી કંચવામાં સ્તન હાલે તે જણાય નહીં. ફીટ હોય તે સ્તન હાલે તે જણાઈ આવે જે લોકોના મનને–આંખને ગમે એવા હોય છે માટે કંચુ ઢીલો પહેરવો જોઈએ. (૮) ઉપકક્ષિકા બગલની પાસે જે ભાગ તે ઉપકક્ષ કહેવાય, તેને ઢાંકનાર ઉપકક્ષિકા. તે પણ કંચુક જેવી જ હોય છે. તે પણ સીવ્યા વગરની, સમરસ, પોતાના હાથથી દોઢ હાથ પ્રમાણની, છાતીની જમણી બાજુથી લઈ પીઠને ઢાંકી ડાબી બાજુએ પાનના બીડાની ગાંઠ બંધાય તે રીતે પહેરાય છે. वेगच्छिया उ पट्टो कंचुगमुक्कज्छिगं च छायतो । संघाडीओ चउरो तत्थ दुहत्था उपसंयमि ॥ ५३६ ॥ दोन्नि तिहत्थायामा भिक्खट्ठा एग एगमुच्चारे । ओसरणे चउहत्थानिसण्णपच्छायणा मसिणा ।। ५३७ ।। વૈકક્ષિકા, પટ-કશુંક અને ઉત્કટિકાને ઢાંકે છે. ચાર પ્રકારની સંઘાટીકા છે. (કપડા, એમાં ઉપાશ્રયમાં વાપરવા માટે એક-બે હાથની, બે-ત્રણ હાથની. એક ભિક્ષા માટે અને એક સ્થડિલ જવા માટે. ચાર હાથની સમવસરણ વગેરેમાં જવા માટે કેમ કે ત્યાં બેસવાનું હોતું નથી. આ વસ્ત્રો કોમળ કરાય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy