SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પ્રવચનસારોદ્ધાર મધ્યમ એટલે અતિ સારા નહિ તેમ અતિ ખરાબ પણ નહીં એવા હોય, તે ચાર પલ્લા રાખે, તે ઘણું હોય ત્યારે જ પોતાનું કાર્ય કરી શકે છે. જઘન્ય એટલે જૂના જેવા અતિ સામાન્ય હોય, તે પાંચ પલ્લા રાખે. | હેમંતઋતુમાં ઉત્કૃષ્ટ ચાર પલ્લા રાખે કેમકે કાળ સ્નિગ્ધ એટલે ભેજવાળે હવાથી પૃથ્વી, ધૂળ વગેરે દબાય તે અચિત્ત થાય. તેથી તેનાવડે પલ્લા ભેદાય છે. મધ્યમ પાંચ પલ્લા અને જઘન્ય છ પલ્લા રાખે. વર્ષાઋતુમાં ઉત્કૃષ્ટ પાંચ પલ્લા રાખે. કેમકે તે કાલ–અતિ સ્નિગ્ધ એટલે ઘણુ ભેજવાળો હોય છે. તેથી પૃથ્વીરજ વગેરે ઘણું લાંબા ટાઈમે અચિત્ત થાય છે એટલે પલ્લાને ભેદી શકે છે. મધ્યમ છે અને જઘન્ય સાત પેલા હોય છે. તે પલ્લા કે મળ અને ઘટ્ટ રાખવા. જેથી તેનાથી ઢંકાયેલે સૂરજ જોઈએ તો તે પણ ન દેખાય. (૫૦૩–૫૦૫) રજસ્ત્રાણનું પ્રમાણ - माणं तु रयणत्ताणे भाणपमाणेण होइ निप्फन्न । पायाहिणं करतं मज्झे चउरंगुलं कमइ :॥ ५०६ ॥ રજદ્માણનું પ્રમાણ કહે છે. રજદ્માણનું પ્રમાણ પાત્રાના પ્રમાણે જાણવું. તે માપ આ રીતે સમજવું. પાત્રાને રજસ્ત્રાણ પ્રદક્ષિણક્રમે વીંટાળતા છેલ્લે ચાર આંગળ વધે, એ રીતે રાખવું. માટે કહ્યું છે કે પાત્રાનુસારે રજદ્માણ કરવું. પ્રદક્ષિણ કમે તિર છું રજસ્ત્રાણ ઓળંગાય એટલે ચાર આંગળ વધારે હોય, આવા પ્રકારનું રજદ્માણ કરવું. એનું કારણ પાત્રાને ઉંદર કરડી ન ખાય. ધૂળને સમૂહ, વરસાદનું પાણી, ઝાકળ, સચિત્ત પૃથ્વીકાય વગેરેથી રક્ષા થાય. કહ્યું છે કે રજસ્ત્રાણ રાખવાથી ઉદર, ધૂળને સમૂહ, ઝાકળથી રક્ષા થાય, તે લાભ છે. (૫૦૬) કપડાનું પ્રમાણ: कप्पा आयपमाणा अड्ढाइज्जा य वित्थडा हत्था । दो चेव सुत्तियाओ उण्णिय तइओ मुणेयव्वो ॥ ५०७ ॥ ક૯૫ એટલે કપડા કે ચાદર. તે શરીર પ્રમાણ એટલે સાડાત્રણ હાથ પ્રમાણ લાં અને અઢી હાથ પહોળો કરી તેમાં બે કપડા સુતરાઉ અને ત્રીજે ઉનની કામળી હોય છે. (૫૦૭) ઘાનું પ્રમાણ: बत्तीसंगुल दीहं चउवीसं अंगुलाई दंडो से । अटुंगुला दसाओ एगयरं हीणमहियं वा ॥ ५०८ ॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy