SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ ૬૧ સ્થવિરકલ્પી મુનિઓના ઉપકરણની સંખ્યા પલ્લાનું પ્રમાણમાન कयलीगब्भदलसमा पडला उकिट्ठमज्झिमजहण्णा । गिम्हे हेमंतमि य वासासु य पाणरक्खट्टा ॥ ५०४ ॥ तिण्णि चउ पंच गिम्हे चउरो पंचच्छगं च हेमंते । पंचच्छ सत्त वासासु होति घणमसिणरूवा ते ॥ ५०५ ॥ અઢી હાથ લાંબા, છત્રીસ આગળ પહેળા, અથવા બીજી રીતે પાત્રા અને પિતાના શરીર પ્રમાણે પલ્લા કરવા. ગ્રિષ્મ, હેમંત અને વર્ષાઋતુમાં જીવોની રક્ષા માટે કેળના ગર્ભભાગ સમાન કમળ પલ્લા ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્યરૂપે રાખવા, તે આ પ્રમાણે-ઉનાળામાં ત્રણ, ચાર, કે પાંચ. શિયાળામાં ચાર, પાંચ, છ અને માસામાં પાંચ, છ, સાત પલા રાખવા, પલ્લાનું પ્રમાણ કહે છે. અઢી હાથ લાંબા અને છત્રીસ આગળ એટલે એક હાથ અને બાર આંગળ પહેળા પલ્લા હોય છે. અથવા બીજી રીતે પાત્રા અને શરીરના પ્રમાણથી કરવા એટલે મોટા પાત્રા હોય તથા જાડું શરીર હોય કે નાના પાત્રા અને પાતળું શરીર હાય, તે તે પ્રમાણે પહેલા કરવા. તે પડેલા કેળના ગર્ભ (કેમલ) ભાગ જેવા સફેદ તથા કેમલ અને સ્નિગ્ધ, ઘટ્ટ પલ્લા હોવા જોઈએ. તે પહેલા જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટથી ત્રણ પ્રકારે છે. ઉત્કૃષ્ટત્વ, મધ્યમત્વ અને જઘન્યત્વ સારા-નરસાની અપેક્ષાએ ગ્રહણ કરવા, પરતુ સંખ્યાની અપેક્ષાએ નહીં. તે પલ્લાઓ ઉનાળામાં શિયાળામાં અને માસામાં તે દરેક ઋતુમાં ત્રણ ત્રણ પ્રકારે હોય છે. તે પલ્લા સંપાતિમ વગેરે જેના રક્ષણ માટે ઉપલક્ષણથી પક્ષી, વિષ્ટા, ધૂળ વગેરે ન પડે તેની રક્ષા માટે તથા લિંગ ઢાંકવા માટે હોય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે. ઢાંકયા વગરના પાત્રામાં ઉડતી જીવાતે, પવનથી હાલતા ઝાડ વગેરેના પાંદડા, ફૂલે, ફળ અને સચિત્ત ધૂળ, પાણી વગેરે પડે છે. આકાશમાં ઉડતા પક્ષીઓની વિષ્ટા, વંટોળીયાથી ઉડેલી ધૂળ વગેરે પડે છે. તેની રક્ષા માટે પલ્લા રખાય છે તથા ભિક્ષા માટે ફરતા સાધુને ક્યારેક વેદોદય થવાનો પણ સંભવ હોય છે, ત્યારે તેના વડે વિકૃતલિંગને ઢાંકે છે. હવે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય પલ્લાઓની ઉનાળા વગેરેમાં સંખ્યા કહે છે. ઉનાળામાં અત્યંત શોભનીય ત્રણ પલ્લા રાખે. તે સમય અતિ સૂકે હોવાથી સચિત્ત પૃથ્વી-પાણી-ધૂળ વગેરે તરત જ પરિણમી જતી એટલે નાશ પામી જતી હોવાથી પલ્લાને ભેટી શકે નહીં.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy