SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પ્રવચનસારોદ્ધાર જિનેશ્વરના કકેલિ એટલે અશોકવૃક્ષ, કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, સિંહાસન, ભામડલ, દુંદુભિ અને છત્ર વિગેરે પ્રાતિહાર્યો જય પામે છે. પ્રતિહાર એટલે દરવાન અથવા દ્વાર રક્ષકની જેમ ઈન્દ્ર મહારાજાએ દ્વારપાલ રૂપ અધિકૃત કરાયેલ દેવોને કરવા ગ્ય જે કાર્યો, તે પ્રાતિહાર્યો. તે પ્રાતિહાર્યો આઠ છે. તે આ પ્રમાણે. ૧. અશોકવૃક્ષ ભગવાનનાં મસ્તક ઉપર અતિ મનોહર આકાર યુક્ત, વિશાલ એવા કંકેલિ એટલે અશોકવૃક્ષને કરે છે. જે વૃક્ષમાં રતાશને ધારણ કરતી ઘણી કુંપણે છે તથા સર્વ ઋતુઓનાં વિવિધ પ્રકારના અસાધારણ ફુલના સમૂહમાંથી ઉત્તમ સુગંધ પ્રસરે છે. તે સુંગધથી ખેંચાયેલા ભમરાઓના સમૂહ ગુંજારવ કરે છે, તે ગુંજારવ, નમ્ર એવા ભવ્ય લોકેના કાનમાં પ્રવેશ કરીને ઠંડક આપે છે. ૨. સુરપુટવૃષ્ટિ :-જમીન અને પાણીમાં કુદરતિ ઉત્પન્ન થયેલ તથા દેવોએ વિકુલ એવા પુષ્પની જાનુ પ્રમાણ વૃષ્ટિ દેવા કરે છે. તે વખતે દરેક પુષ્પનું ડીંટીયું નીચે રહે છે અને ખીલેલે ભાગ ઉપર રહે છે. (તે પુપનાં જીવોની કલામણ થતી નથી.) . દિવ્યવનિઃ-દેવો અમૃત સમાન રસવંત એવી દિવ્યધ્વનિ પ્રસરાવે છે. એ દિવ્યધ્વનિનાં સ્વરથી આકર્ષાયેલા એવા હરણ, જુદા-જુદા પ્રદેશમાંથી આવીને સર્વ કાર્યને છોડીને અત્યંત આકુલતાપૂર્વક તે દિવ્યદેવનિને સાંભળે છે. અને સકલ લેક પણ ધ્વનિ સાંભળીને આનંદિત થાય છે. ૪. ચામર:-સુંદર-સુવર્ણનાં દંડથી યુક્ત ચામરને દેવ વિજે છે. જે અત્યંત કમળ કદલીનાં કંદ જેવા તાંતણ યુક્ત છે, તથા સુંદર ચમરી ગાયના વાળના જથ્થાથી શોભે છે, તેમાં ઉત્તમોત્તમ પ્રકારનાં રત્નની વિવિધ પ્રકારની રચના કરેલી છે અને તેમાંથી નીકળતા કિરણોનો સમુહ ચારે દિશામાં મેઘ ધનુષ્યની રચના કરી રહ્યો છે. ૫. સિંહાસન –સિંહની આકૃતિથી શોભતું સિંહાસન દેવ રચે છે. તે સિંહની આકૃતિમાં સિંહના સ્કંધ ઉપર અતિ તેજસ્વી કેશરા શેભે છે. તેનું મુખ ખુલ્લું હોવાથી દાઢા સ્પષ્ટ દેખાય છે. તેથી તે સિહ જીવતો હોય તેવું લાગે છે તથા અનેક પ્રકારના ઉત્તમ ૨માંથી નીકળતા સુંદર કિરણો, ચારે બાજુ પ્રસારતા અંધકારને નાશ કરે છે ૬ ભામડલ -ભગવાનના મસ્તકની પાછળ ગળાકાર એવું ભામંડલ દેવે કરે છે. તે પ્રકૃતિથી તેજસ્વી એવા તીર્થકરની કાયાથી અત્યંત તેજસ્વી અને પ્રભુના શરી૨નાં ન જોઈ શકાય એવા તીવ્ર તેજને અલ્પ તેજ કરનારૂં અને શરદકાલમાં દેદીપ્યમાન કીરણ યુક્ત સૂર્યનાં તેજ જેવું, દષ્ટિ ન નાંખી શકાય એવું હોય છે. ૭. ભેરી-અત્યંત મધુરસ્વર વડે ત્રણ ભુવનને અવાજથી ભરનાર એવી ભેરી દેવતાઓ બનાવે છે. ૮. છત્રત્રય –ત્રણે ભુવનના એક છત્રી સામ્રાજ્યને સૂચવનાર, શરદઋતુના ચંદ્ર;
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy