SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૩૫. તીર્થકર ચક્રવર્તી–વાસુદેવનાં આયુષ્યાદિનું યંત્ર सुव्वयमहपउमाणं तीस सहस्साई आउयं भणियं । बारस वाससहस्सा आऊ नारायणस्स भवे ॥४२६।। दस वाससहस्साई नमिहरिसेणाण हुति दुण्हंपि । तिण्णेव सहस्साई आऊ जयनामचक्किस्स ॥४२७।। वाससहस्सा आऊ नेमीकण्हाण होइ दोहंपि । सत्त य वाससयाई चक्कीसरबंभदत्तस्स ॥ ४२८ ।। वाससयं पासस्स य वासा बावत्तरिं च वीरस्स । इय बत्तीस घराई समयविहाणेण भणियाइं ॥४२९॥ પાંચમી પંક્તિઓના ખાનામાં સર્વ જિનેશ્વર આદિનાં આયુષ્ય. ઋષભદેવ અને ભરત ચક્રવર્તીનું ૮૪ લાખ વર્ષ પૂર્વનું આયુષ્ય. બીજા ખાનામાં અજિતનાથ અને સગરચકવર્તીનું ૭૨ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય. ત્રીજા ખાનામાં સંભવનાથનું ૬૦ લાખ પૂર્વ વર્ષ આયુ. ચોથા ખાનામાં અભિનંદન સ્વામિનું ૫૦ લાખ પૂર્વ વર્ષાયુ. પાંચમા ખાનામાં સુમતિનાથનું ૪૦ લાખ પૂર્વ વર્ષાયુ. છઠ્ઠા ખાનામાં પદ્મપ્રભસ્વામિનું ૩૦ લાખ પૂર્વ વર્ષાયુ. સાતમા ખાનામાં સુપાર્શ્વનાથનું ૨૦ લાખ પૂર્વ વર્ષાયુ. આઠમા ખાનામાં ચંદ્રપ્રભુનું ૧૦ લાખ પૂર્વ વર્ષાયુ. નવમા ખાનામાં સુવિધિનાથનું ૨ લાખ પૂર્વ વર્ષાયુ. ત્યાર પછીના તીર્થકર અને વાસુદેવનું ધર્મનાથ અને પુરુષસિંહ સુધી પરસ્પર તુલ્ય આયુષ્ય જાણવું. દશમા ખાનામાં શીતલનાથનું એક લાખ પૂર્વ વર્ષાયુ. અગ્યારમા ખાનામાં શ્રેયાંસનાથ અને ત્રિપૃષ્ઠ વાસુદેવનું ચોર્યાસી લાખ (૮૪,૦૦,૦૦૦) બારમા ખાનામાં વાસુપૂજ્ય સ્વામી અને દ્વિપૃષ્ઠવાસુદેવનું ૭૨ લાખ વર્ષાયુ. તેરમા ખાનામાં વિમલનાથ અને સ્વયંભૂ વાસુદેવનું ૬૦ લાખ વર્ષાયુ. ચૌદમા ખાનામાં અનંતનાથ અને પુરુષોત્તમ વાસુદેવનું ૩૦ લાખ વર્ષાયુ. પંદરમા ખાનામાં ધર્મનાથ અને પુરુષસિહ વાસુદેવનું ૧૦ લાખ વર્ષાયુ. સેળમા ખાનામાં મઘવા ચકવર્તીનું પ લાખ વર્ષાયુ. સત્તરમા ખાનામાં સનતકુમાર ચકવર્તીનું ૩ લાખ વર્ષાયુ. અઢારમા ખાનામાં શાંતિનાથને એક લાખ વર્ષાયુ. વર્ષ.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy