SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. તીર્થકરેનું દેહમાન ૧૭૯ હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને ખગ છે તથા ડાબા બે હાથમાં બીરૂ તથા ભાલો છે. ૨૨. નેમિનાથની અંબિકા નામે દેવી છે. તેને સુવર્ણવણ, સિંહનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં આંબાની લૂમ અને પાશ છે તથા ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ છે. ૨૩. પાર્શ્વનાથની પદ્માવતી નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, કુર્કટ સર્પનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં કમળ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ છે. ૨૪. મહાવીરજિનની સિદ્ધાયિકા નામે દેવી છે. તેને લીલો વર્ણ, સિંહનું વાહન અને ચાર હાથ છે. જમણું બે હાથમાં પુસ્તક અને અભયમુદ્રા છે તથા ડાબા બે હાથમાં બીરૂ અને વીણું છે. અહીં સૂત્રકારે યક્ષો અને યક્ષિણીઓના ફક્ત નામો જ કહ્યા છે. પણ આંખ, મોઢા, રંગ વગેરેનું સ્વરૂપ કહ્યું નથી પણ અમે શિષ્યના જ્ઞાન માટે નિર્વાણકલિકા ગ્રંથાનુસારે તેમના નેત્ર, મુખ, વર્ણ, શસ્ત્ર વગેરેનું સ્વરૂપ કહ્યું. (૩૭૫-૩૭૬ ) ૨૮. તીર્થકરોનું દેહમાન पंचधणूसय पढमो कमेण पण्णासहीण जा सुविही १०० ।। दसहीण जा अणंता ५० पंचूणा जाव जिणनेमी १० ॥३७७॥ नवहत्थपमाणो पाससामिओ सत्तहत्थ जिणवीरो। - વરસેજુળ સીમા વિવાળ રૂ૭૮માં પહેલા ઇષભદેવ ભગવાનની પાંચસે ધનુષ્ય પ્રમાણુની કાયા છે. તે પછી અજિતનાથ ભગવાનથી સુવિધિનાથ ભગવાન સુધી પચાસ-પચાસ ધનુષ ઓછા કરતા જવું. તે પછી અનંતનાથ ભગવાન સુધી દશ-દશ ધનુષ ઓછા કરવા અને તે પછી નેમિનાથ ભગવાન સુધી પાંચ-પાંચ ધનુષ ઓછા કરવા. તથા પાર્શ્વનાથ ભગવાનના નવ હાથ અને વીર ભગવાનના સાત હાથ છે. આ જિનેશ્વરનું શરીર પ્રમાણ ઉસેધાંગુલથી જાણવું. ૧. ઋષભદેવ ૫૦૦ ધનુષ, ૨. અજિતનાથ ૪૫૦ ધનુષ, ૩. સંભવનાથ ૪૦૦ ધનુષ, ૪. અભિનંદન સ્વામી ૩૫૦ ધનુષ, પ, સુમતિનાથ ૩૦૦ ધનુષ, ૬. પદ્મપ્રભુ ૨૫૦ ધનુષ, ૭. સુપાર્શ્વનાથ ૨૦૦ ધનુષ, ૮. ચંદ્રપ્રભુ ૧૫૦ ધનુષ, ૯, સુવિધિનાથ ૧૦૦ ધનુષ, ૧૦. શીતલનાથ ૯૦ ધનુષ, ૧૧. શ્રેયાંસનાથ ૮૦ ધનુષ, ૧૨. વાસુપૂજ્ય
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy