SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. વિચરતા તીર્થ કરે ગાથાના પૂર્વાર્ધ વડે વિહરમાન તીર્થકરોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યારૂપ તેરમું દ્વાર અને ઉત્તરાર્ધ વડે જન્મ સમયની ઉત્કૃષ્ટ-જઘન્ય સંખ્યારૂપ ચૌદમું દ્વાર કહે છે. सत्तरिसयमुक्कोसं जहन्न वीसा य दस य विहरति । ઉત્કૃષ્ટથી એકસે સીત્તર અને જઘન્યથી વીસ અથવા દશ તીર્થકરો વિચરતા હોય છે. અઢીદ્વિપમાં એકી સાથે ઉત્કૃષ્ટથી એક સીત્તેર તીર્થકરે વિચરતા હોય છે. તે આ પ્રમાણે. પાંચ ભારતમાં એક એક તીર્થકર હોવાથી પાંચ, પાંચ ઐરવતમાં પણ એક એક હોવાથી પાંચ અને પાંચ મહાવિદેહમાં દરેક વિદેહને બત્રીસ બત્રીસ વિજય છે. દરેક વિજયમાં એક એક તીર્થકર હોય, તે પાંચ મહાવિદેહની ૧૬૦ વિજેમાં એક સાઈઠ તીર્થકર થાય એટલે પાંચ ભરતના ૫ તીર્થકર, પાંચ ઐરાવતના પ તીર્થકર અને પાંચ મહાવિદેહના ૧૬૦ તીર્થકર કુલ ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થક થાય. જઘન્યથી વીસ તીર્થકરે એકી સાથે વિચરતા હોય છે, તે આ પ્રમાણે. જંબુદ્વીપની પૂર્વે મહાવિદેહમાં સીતા મહાનદી વડે ઉત્તર અને દક્ષિણ એમ પૂર્વ વિદેહના બે ભાગ કરાયા છે. ઉત્તરપૂર્વ વિદેહમાં એક તીર્થકર અને દક્ષિણપૂર્વ વિદેહમાં એક તીર્થકર. એ પ્રમાણે પશ્ચિમ મહાવિદેહના પણ સતેદી મહાનદીએ ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ કર્યા છે. તેમાં પણ ઉત્તરમાં એક અને દક્ષિણમાં એક, એમ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રના ચાર તીર્થકર થયા. એ પ્રમાણે બીજા બે દ્વીપ સંબંધી ચાર મહાવિદેહના ચાર ચાર તીર્થકરે ગણતા. પાંચ મહાવિદેહના વીસ તીર્થકરે થાય છે. ભરત, ઐરવત ક્ષેત્રમાં સુસમા વગેરે કાળમાં તીર્થકરોનો અભાવ હોય છે. અન્ય આચાર્યો જઘન્ય દશ તીર્થકરે વિચરતા માને છે. પાંચ વિદેહ પૂર્વપશ્ચિમ વિભાગના એક એક તીર્થકર ગણુતા દશ તીર્થકર થાય છે. ૧૪. જન્મકલ આશ્રચિ તીર્થકરોની સંખ્યા जम्मं पइ उकोसं वीसं दस हुँति उ जहन्ना ॥३२७॥ જમાશ્રય ઉત્કૃષ્ટ વીસ અને જઘન્યથી દશ તીર્થકરો હોય છે. જન્માશ્રયી ઉત્કૃષ્ટથી એકી સાથે વિચરતા વીસ જિનેશ્વરની જેમ વીશ તીર્થકરો હોય છે. કેમકે બધા તીર્થકરોનો અર્ધરાત્રીએ જ જન્મ હોય છે. તેથી મહાવિદેહમાં તીર્થકરના જન્મ સમયે ભરત, ઐરાવતક્ષેત્રમાં દિવસ હોવાથી ત્યાં તીર્થકરને જન્મ હોતો નથી. માટે ઉત્કૃષ્ટથી વીસ તીર્થકરનો જ જન્મ હોય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy